મહાપાલિકામાં સન્નાટો; તમામ ચેમ્બર્સ ખાલી

  • May 08, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચુંટણીનું મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં સન્નાટો જોવા મળ્યો હતો. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક નેતા, વિવિધ કમિટીઓના ચેરમેન કે કોર્પેારેટરો કચેરીમાં ફરકયા પણ ન હતા. શાસક પક્ષ ભાજપના કાર્યાલયમાં દંડક મનિષભાઇ રાડીયા અને કાર્યાલય મંત્રી મહેશભાઇ પરમાર થોડો સમય માટે આવ્યા હતા પરંતુ આજે કોઇ અરજદારો પણ નહીં આવતા તેઓ પણ થોડો સમય બેસીને રવાના થયા હતા.

મહાપાલિકામાં અગાઉ એક સમય હતો કે કોઇ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ પદાધિકારીઓ અને નગરસેવકો અચૂક મહાપાલિકા કચેરીમાં આવતા પોતાના વોર્ડમાં કેવું મતદાન થયું, કયાં કોની લીડ નીકળશે, કયાં બુથમાં શું થયું ? તેની વાતો વાગોળતા હતા અને આવી ચર્ચાઓ છેક ચૂંટણી પરિણામો સુધી ચાલતી રહેતી હતી પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બન્યા છે.

બીજી બાજુ રાજકોટ મહાપાલિકાના ૧૫૦૦થી વધુ અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપાઇ હોય, ગઇકાલે ચૂંટણી ફરજ ઉપર ગયેલા કર્મચારીઓને આજે પરિપત્રિત રજા આપવામાં આવી હોય લગભગ તમામ અધિકારીઓની ચેમ્બર ખાલી જોવા મળી હતી.
મતદાન વધારવા સતત પ્રયાસો તેમ છતાં ગત ચૂંટણીની તુલનાએ ઓછું મતદાન, મહિલાઓનું મતદાન વધારવા સતત જહેમત છતાં પુષોની તુલનાએ મહિલાઓનું ઓછું મતદાન સહિતની બાબતો આજે મહાપાલિકા કચેરીમાં ઉપસ્થિત રહેલા કર્મચારીઓમાં ચર્ચાતી જોવા મળી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application