ધ્રોલમાં સંજીવની સરકારી હોસ્પિટલ રામ-ભરોસે

  • May 28, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2 માળના એક બિલ્ડીંગમાં કોવિડ સેન્ટર, પ્રસુતિ વિભાગ, વેક્સિનેશન સહિતની કામગીરી: કાયમી સુપ્રિન્ટેન્ડન્ટ નથી, ઈન્ચાર્જથી લાંબા સમયથી ચલાવાય છે કામગીરી

ધ્રોલ સરકારી હોસ્પીટલ કોરોનાની મહામારીનાં કાળમાં રામ ભરોસે ચાલી રહી છે. સુવિધાઓનાં અભાવ, ડોક્ટરોની લાંબા સમયથી અછત, એક જ બિલ્ડીંગમાં કોવિડ સેન્ટર, ઓ.પી.ડી., વેક્સીનેશન કામગીરી સહિતની કામગીરી કરાય છે. સોનોગ્રાફી મશીન પણ નથી તેમજ લેબમાં અમુક રીપોર્ટ પણ થતા નથી. હોસ્પીટલના સુપ્રી.ટેન્ડન્ટ એમ.એસ. કક્ષાનાં તબીબ હોય છે. પરંતુ એમબીબીએસ દ્વારા અંદાજે બે વર્ષથી કામ ચલાવાય છે. ઇન્ચાર્જ સુપ્રી. ઓપીડી, પી.એમ. નાઇટ ડયુટી સહિતની કામગીરી બજાવે છે. આવડી મોટી હોસ્પીટલમાં એમ. એસ. કે એમ.ડી ડોક્ટર જ નથી.

ધ્રોલ અને તાલુકાની અંદાજે દોઢ લાખની વસ્તી વચ્ચે તાલુકા મથકનું સીએચસી સેન્ટર આવેલું છે. જેનો ગત બજેટમાં અપગ્રેડેશનનો નિર્ણય લેવાયો છે. પરંતુ નબળી નેતાગીરીને પ્રજાની કોઇ જ પડી ન હોય તેમ સુવિધાઓ અપાવવામાં ઉણા ઉતયર્િ છે. દરરોજ અંદાજે 200 અને મહિને 7000 ઓપીડી અને મહિને અંદાજે 70 પ્રસુતિ કરાવાય છે. પરંતુ સુવિધા અને ડોક્ટરોનાં અભાવે દર્દીને જામનગર રીફર કરાવાય છે. જેથી પ્રજાને હાલાકી ભોગવવી પડે છે.

ફાયર એનઓસી માટે 16/12/2016માં અરજી કરેલ છે. પરંતુ હજુ સુધી એનઓસી અપાઇ નથી. તાજેતરમાં કોવિડ માટે બે ડોકટરો આવ્યા છે. અત્યાર સુધીમાં હોસ્પીટલનાં કોવિડ સેન્ટરમાં 210 દર્દીઓને દાખલ કરાયાં હતાં તેમાંથી 135 ને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ 54ને રીફર કરાયા અને 21 દર્દીઓનાં મોત થયા છે.  ડો. રામકુમાર, ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ, સીએચસી, ધ્રોલ.

ધ્રોલ સીએચસીમાં કુલ 30 બેડની સુવિધા છે. જેમાં કોવિડ માટે 23 બેડ રખાયા છે. અન્ય સાત બેડ જનરલ માટે રખાયા છે. પ્રસુતિ વિભાગ, ઓપીડી, વેકસીનેશન ઇમરજન્સી, જનરલ બેડ આ બધી કામગીરી ગ્રાઉન્ડ ફલોર પર થાય છે. જયારે કોવિડનાં દર્દીઓને ઉપલા માળે રખાય છે, વેક્સીનેશનનું રજીસ્ટ્રેશન ઉપાલા માળે થાય છે. એક બીલ્ડીંગમાં કોવિડ સહિતનાં દર્દીઓ ભેગા થતાં સંક્રમણનું જોખમ વધારે રહે છે.

સીએચસીમાં રોગી કલ્યાણ સમિતિની દર ત્રણ માસે મીટીંગ મળતી હોય છે. તેનાં અધ્યક્ષ પ્રાંત અધિકારી હોય છે. તેમાં અંદાજે 26 લાખની ગ્રાન્ટ પડી છે. જેનો ઉપયોગ દર્દીઓની સુવિધાઓ સહિતની જરુરીયાતો માટે થતો હોય છે. છેલ્લા પાંચેક માસથી મીટીંગ મળી નથી. પરચુરણ ખચર્િ પણ કોરોના કાળમાં સમિતિની મંજુરીનાં કારણે થઇ શકતા નથી. ગ્રાન્ટ પડી હોય છતાં દર્દીઓની સુવિધામાં વધારો થવો જોયયે તે થતો હોય તેવું લાગતુ ન હોવાનું ચચર્યિ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS