રાજકોટ શહેરમાં ક્રીમ બ્રાંચ માટે દારૂ અને બુટલેગર બન્ને દુઝણી ગાય સમાન લાગતા હશે. પખવાડિયા પૂર્વે પોલીસના પ્યારા કમાઉ બુટલેગરને ૩૦ પેટીમાં બાઈત જવા દેવાયાની વાતો સાથે વધુ એક આવા સંજય દ્રષ્ટ્રીવાળા બુટલેગરને પણ સ્થળ પરથી પાંચ પેટીમાં ક્રીમ બ્રાંચની પકડમાંથી મુકિત મળી ગયાની ચર્ચાઓ ઉઠી છે.
ક્રીમ બ્રાંચની દારૂમાં વિજયીભવ: જેવી એક જોડીને વિદેશી દારૂની માહિતી મળી હતી અને સાંકળ જેવી મીઠી ટીમે દરોડો પાડો હતો. કદાચિત સાહ જેવા સમય પૂર્વેના આ કથિત બનાવમાં ક્રીમ બ્રાંચ માહિતી મુજબ ચોક્કસ સ્થળે એક મિલકત પર પહોંચી હતી ત્યાં વાહનમાં વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. દારૂ સાથે આ વાહનનો ચાલક અન્ય જિલ્લ ાનો વ્યકિત ત્યાં હાજર હતો તેની સાથે આ જથ્થો મગાવનાર સ્થાનિક સંજય દ્રષ્ટ્રીવાળો બુટલેગર પણ હતો. કહેવાય છે કે આ બુટલેગરને સ્થળ પરથી નહીં પકડવા કે મુકિત આપી દેવા માટે કેટલીક રકમની ઓફર થઈ હતી. અંતે થોડા વધતું ઉપરનીચે થઈને આ સોદો પાંચ પેટીમાં પાર પડો હતો.
ગોઠવણ થઈ જતાં બુટલેગરને કઈં કર્યા વિના ક્રીમ બ્રાંચ પરત ફરી હતી બુટલેગરને મુકિત મળી ગઈ હતી. જોકે આ મુકિત એ સમયે નહીં લઈ જવા માટેની હતી પરંતુ બાદમાં કાર્યવાહી કરવી પડશે તેવું કંઈક નક્કી થયું હતું એવી વાત છે. અગાઉ પણ સંજય દ્રષ્ટ્રીવાળા ધંધાર્થી પોલીસ ચોપડે ચડી ગયો છે અને જો હાથમાં આવી જાય તો જૂના ઉખેડા ઉખડે અથવા તો પોતાનું હાલનું સેટિંગ વિખાઈ જાય તેવું કંઈક હશે જેને લઈને સ્થળ પર જ પાંચ પેટીનો વહિવટ થયો હોવાની પણ વાત છે. આ કોઈ બાબત કયાંય ઓન પેપર આવી નથી. માટે આ ચર્ચા કે અફવા માનવી પડે.
ઉ૫રીઓ અંધારામાં રહેતા હશે કે રાજીપો?
ક્રીમ બ્રાંચની કરામતો અવાર નવાર કયાંકને કયાંકથી લીક થઈને બહાર આવે છે કે ગાજતી રહે છે. કથિત વહિવટો ગોઠવણોના કાંડ બાબતે ખરેખર ઉપરીઓ કઈં જાણતા નહીં હોય અને તેઓને અલગ રીતે સમજાવી દેવાતા હશે? ફિલ્ડમાં થતા છૂપા કાર્યેા વિશે અંધારામાં રખાતા હશે? ઉપરીઓ અતિ વિશ્ર્વાસના કારણે અંધારામાં રહેતા હશે કે પછી સૌને રાજીપો થઈ જતો હશે? આવી જો અને તો જેવી ચર્ચાઓ ચાલતી હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech