જામકંડોરણા–જેતપુર પંથકમાં રેતી માફિયાઓનો તંત્રને ખુલ્લો પડકાર

  • September 11, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામકંડોરણાની ફોફળ નદીમાં રેતી ચોરી અટકાવવા તત્રં લાચાર બન્યું છે. આ તંત્રના અધિકારીઓને ખનીજ માફીયાનો ડર લાગે છે કે ગજવા ગરમ થઇ ગયા છે ? જેવો સવામણનો સવાલ જામકંડોરણા–જેતપુરની પ્રજામાં ઉઠી રહ્યો છે. જામકંડોરણા–જેતપુર બને તાલુકાની હદમાં દિન દહાડે લાખો પિયાની કિંમતી રેતી ઉલેચવામાં આવી રહી છે છતાં તત્રં મુકપ્રેક્ષકની જેમ તમાશો જોઈ રહી છે. છેલ્લ ા કેટલાય સમયથી જામકંડોરણા તાલુકાના નાના મોટા દૂધીવદર, ઈશ્વરીયા ગામ અને જેતપુરના લુણાગરા વચ્ચે વહેતી ફોફળ નદીમાં બેરોકટોક ધમધમી રહેલી આ રેતી ચોરીના માફીયાઓ પણ કમાલ કરી છે. સ્થાનિક લોકો એક તરફ વિડિયો બનાવી રહ્યા છે. છતાં લેશમાત્રની દરકાર કે ડર વગર ફોફળ નદીમાં ઉતરીને રેતીના ટ્રેકટર અને ડમ્પર ઉતારીને ખુલ્લ ી ચેલેન્જ આપી રહ્યા છે. જામકંડોરણા અને જેતપુર તાલુકાના સ્થાનિક લોકોમાં આવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અવારનવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ અધિકારી આ ફોફળ નદીમાં ફરકતા પણ નથી. ગ્રામ્ય વિસ્તારના લોકો સરપચં અને તાલુકા પંચાયત જિલ્લ ા પંચાયતના સદસ્યો જો ફોફળ નદીમાં થતી રેતી માફીયા સામે  પોલીટિકલ પાવર બતાવે તો જ રેતી માફીયા ફોફળ નદીનો રસ્તો ભુલે નહીંતર આ સમસ્યા જામકંડોરણા જેતપુર માટે કાયમી ઘર કરી ગઈ છે તેવું આમ જનતા જણાવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application