અમદાવાદ ઓફિસના મેનેજર દિનેશ દક્ષિણી હત્યાનો કેસ: તાજના સાક્ષી બનેલા મેનેજર સમીર ગાંધીની જુબાનીમાં દિનેશ દક્ષિણીએ ગેરરીતિ બાબતે ખુલાસો નહીં કરતા આરોપીઓ દ્રારા કરવામાં આવેલી હત્યાની સિલસિલાબધ્ધ હકીકતો વર્ણવી: અન્ય છ આરોપીને શંકાનો લાભ અપાયો: કીર્તિ ગાંધીનું મૃત્યુ થતા તેની સામેનો કેસ એબેટ થયોઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટની રાજમોતી ઓઈલ મિલના અમદાવાદ ઓફિસના મેનેજર દિનેશ દક્ષિણીની થર્ડ ડિગ્રી ટોર્ચરથી હત્યાના નવ વર્ષ પહેલાના ચકચારી ગુન્હામાં મિલમાલિક સમીર મધુકાંત શાહ, એ.એસ.આઇ. યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમા વગેરે ત્રણને એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માએ આજીવન કેદની સજા ફટકારી છે. અન્ય છ આરોપીને શંકાનો લાભ અપાયો છે.
આ કેસની ટુંકી હકીકત મુજબ, રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ ઉપર આવેલ રાજમોતી ઓઈલ મિલના અમદાવાદના કર્મચારી (મેનેજર)ને હિસાબી કાર્યવાહી માટે રાજકોટ ખાતે બોલાવ્યા બાદ રાજકોટ બી ડિવિઝન પોલીસની કસ્ટડી દરમ્યાન શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલ હોવાના અનુસંધાને, દિનેશ દક્ષિણીનું થર્ડ ડિગ્રીથી બેફામ માર મારવાને કારણે મૃત્યુ થયું હોવાનું આવતા મૃતકના સાળા ફરિયાદી અશોક કેવલરામ ઠકકર (રહે. ડીસા)એ રાજમોતી ઓઈલ મિલના માલિક (૧) સમીર શાહ, (૨) મેનેજર સમીર ગાંધી, (૩) બેડીપરા ચોકીના પોલીસ સબ ઈન્સપેકટર અનિલ મા, (૪) આસિ. સબ ઈન્સપેકટર યોગેશ ભટ્ટ, તથા અન્યો વિધ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ધોરણસરની કાર્યવાહી અને પોલીસ તપાસ દરમિયાન પીએસઆઇ અનિલ માએ આત્મહત્યા કરી લીધી હતી.તપાસના અંતે તપાસનીશ અધિકારી દ્રારા સમીર મધુકાન્ત શાહ, એ.એસ.આઇ. યોગેશ ભટ્ટ, ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમા, સ્થાનિક મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધી, સંદીપ કીર્તિકુમાર ગાંધી, ધર્મેન્દ્ર રમણલાલ પટેલ, ત્રિપેશ કાંતિલાલ ગુર્જર, વિજય દેવશી સિંધવ, કૈલાસ કુશાગ્ર મારવાડી વિદ્ધ કોર્ટમાં અલગ અલગ ચાર્જશીટ કરવામાં આવ્યા હતા.
આ કેસ સેશન્સ કમિટ થયા બાદ કેસ ચાલવા ઉપર આવતા રાજમોતી ઓઈલ મિલના રાજકોટ ખાતેના મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધીએ તાજના સાક્ષી બનવાની અરજી કરતા તેને કોર્ટ દ્રારા તહોમતદારમાંથી તાજનો સાક્ષી બનાવવામાં આવેલ. તાજના સાક્ષીની જુબાની કોર્ટ બ જુબાની ઉપરથી અન્ય આરોપીઓની સંડોવણી ખુલવા પામતી હોય, જેથી મુળ ફરિયાદી દ્રારા અન્ય આરોપીઓને જોડવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી હતી. આ કેસમાં તાજના સાથી તરીકે સમીર ગાંધી દ્રારા અદાલત બ જુબાની દરમ્યાન બનાવની સધળી અને સત્ય હકીકતોથી કોર્ટને વાકેફ કરેલ, જે જુબાની દરમ્યાન તેણે રાજમોતી ઓઈલ મિલના બીજા સહભાગીદાર આરોપી સમીર શાહના ભાઈ શ્યામ શાહનો ઉલ્લેખ કરેલ અને તેણે સદરહત્પ બનાવમાં શું ભાગ ભજવ્યો હતો તે હકીકતો કોર્ટને જણાવી હતી. જેમાં નાણાકીય ગેરરીતી સબબ અમદાવાદ ઓફિસના મેનેજર દિનેશ દક્ષિણીને રાજકોટ લઈ આવવા માટેની સુચના સમીર શાહ સહિતના મેનેજમેન્ટ દ્રારા આપવામાં આવી હતી. દિનેશ દક્ષિણીને રાજમોતી ઓઈલ મિલમાં ડરાવવા માટે મારવાની સુચના પણ આપવામાં આવેલ અને ત્યારબાદ પણ મરણજનાર દ્રારા ગેરરીતિની રકમ અંગે ખુલાસો ન આપતા તેઓ દ્રારા બેડીપરા પોલીસ ચોકીના આસી. સબ ઈન્સપેકટર યોગેશ ભટ્ટ સાથે વાતચીત થયેલ અને સદરહત્પ રકમ સામ, દામ, દડં જે રીત અપનાવવી હોય તે અપનાવી પૈસા કઢાવી આપવા જણાવેલ, અને તેઓ દ્રારા મળેલ સુચના મુજબ યોગેશભાઈએ દિનેશ દક્ષિણીને માર મારેલ અને ત્યાં હાજર વોર્ડને એટલે કે કાર્તીક ગડીયાએ નિલેશભાઈના હાથ પકડી રાખેલ હતા. ત્યારબાદ તે બેશુધ્ધ થઈ જતા તેઓને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવેલ ત્યાં હાજર ફરજ પરના ડોકટરે દિનેશ દક્ષિણી મૃત્યુ પામેલ છે તેવી હકીકત જણાવેલી. આ રીતે તાજના સાક્ષી દ્રારા પોલીસ તપાસમાં જે આરોપીઓ હતા, તે ઉપરાંતના વ્યકિતઓ દ્રારા ગુન્હામાં સક્રીય ભાગ ભજવેલ હોવાની હકીકતો જણાવી હતી.
ઉપરોકત હકીકતોને ધ્યાને લઈ સદરહત્પ કામના ફરિયાદી અશોકભાઈ ઠકકરે અદાલતમાં કિ.પ્રો.કો. કલમ ૩૧૯ અન્વયે ચાર્જશીટના આરોપીઓ ઉપરાંત શ્યામ શાહ તથા બેડીપરા પોલીસ ચોકીમાં હાજર કાર્તીક ગડીયાને સદરહત્પ કામમાં ગુનાહીત કૃત્ય આચરેલ હોવા સંબંધની હકીકતો ખુલતા તેઓને પણ તહોમતદારો તરીકે જોડવા અરજી આપવામા આવી છે. જે અરજીના અનુસંધાને કોર્ટ દ્રારા ખુલાસો કરવા માટે તમામ આરોપીઓને નોટિસ ઈસ્યુ કરવાનો હત્પકમ ફરમાવેલ હતો.
કેસની સુનાવણી દરમિયાન બનં પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા, રજૂઆતો દલીલોમાં પ્રોસિકયુશન તરફથી તહોમતદારમાંથી તાજના સાક્ષી બનેલા મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધીએ જુબાની દરમિયાન પ્રોસિકયુશનના કેસને સમર્થન આપી જણાવેલી તમામ હકીકતો તેમજ ફરિયાદી, મૃતકના પત્ની, તપાસનીશ, સાહેબો તેમજ સરકારી સાહેદોને નહીં માનવાનું કોઈ કારણ નથી, તેમ ઠરાવી અધિક સેશન્સ જજ એસ વી શર્માએ આરોપીઓ સમીર મધુકાંત શાહ, એ.એસ.આઇ. યોગેશ ભટ્ટ, ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમાને આજીવન કેદની સજા અને દંડનો હત્પકમ કર્યેા છે, યારે સમીર ગાંધી સંદીપ ગાંધી ધર્મેન્દ્ર પટેલ, ત્રિદેવ ગુર્જર, વિજય સિંધવ અને કૈલાશ મારવાડી વગેરેને શંકા નો લાભ આપી છુટકારો ફરમાવ્યો છે યારે અન્ય એક આરોપી કીર્તિકુમાર ગાંધીનું ચાલુ કેસે મૃત્યુ થતાં તેની સામેનો કેસ એડિટ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે એડવોકેટ દરે લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદુકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ આર. ફળદુ, હીતેષ જી. ગોહેલ, મનીષ આર. ગુંગ તથા નિશાંત એમ. જોષી તેમજ સદરહુ કામમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે અમદાવાદના ચેતનભાઈ શાહ, સહાયક હિરેન પટેલ રોકાયા હતા.
સમીર શાહનો ન્યાય તત્રં સામે આક્ષેપોનો વીડિયો વાયરલ
આજે રાજમોતી મીલના અમદાવાદ ખાતેના મેનેજરની હત્યાના સંદર્ભે રાજકોટ સેશન્સ અદાલતે ચૂકાદો આપ્યાના પગલે મુખ્ય ગુનેગાર સમીર શાહ દ્રારા જજ સામે આક્ષેપો કરતો વીડિયો વાયરલ થયેલો છે જેમાં સમીર શાહ આજના ચૂકાદા અંગે તેને ૬ જાન્યુઆરીથી જાણકારી મળી ગઈ હોવાનું અને તે સંબંધિત કોર્ટમાંથી લીક થઈ હોવાનું જણાવી તેમાં સંડોવાયેલા સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech