શ્રી સમસ્ત કોળી સમાજ અને કોળી સેના જામનગર દ્વારા કોળી સમાજની વાડી, નવાગામ (ઘેડ), જામનગર ખાતે વિદ્યાર્થી સનમ્ાન સમારોહના સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજજર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન આપેલ હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત કોળી સેના સ્થાપક અને ગુજરાત રાજયના મંત્રી પુરષોતમભાઇ સોલંકી પ્રેરિત ભાઇ ઓનલાઇન એજયુકેશન એપનું રિ-લોન્ચિંગ સમારંભમાં ઉપસ્થિત કોળી સેના ગુજરાત યુવા પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સમાજના મુખ્ય આગેવાનો એવા ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકી તથા સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથોસાથ જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં હાલારના સાંસદ પુનમબેન માડમ સતત ત્રીજી વખત ઐતિહાસિક લીડથી વિજયી થતા સમાજ દ્વારા સાંસદનું ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું.
આ સમારોહમાં ધો.10 અને 12માં પ્રથમ ક્રમે રહેલા સમાજના તેજસ્વી તારલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે સન્માન કરવામાં આવેલ જેમાં ધોરણ 10 માં પ્રથમ ક્રમે રાઠોડ ક્રિષા દિનેશભાઇ, ધોરણ 12 સાયન્સ વિભાગમાં પ્રથમ ક્રમે રોરીયા મહેક દિનેશભાઇ, ધો. 12 કોમર્સ વિભાગમાં પાટડીયા ધારા વિનુભાઇ, ધો.12 આર્ટસ વિભાગમાં પ્રથમ ક્રમે સરવૈયા ગાયત્રી મનસુખભાઇ તેમજ દરેક વિભાગમાં બીજા અને ત્રીજા ક્રમે આવેલ વિદ્યાર્થીઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા તદઉપરાંત કોલેજનાં તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ બહેનોનું પણ સન્માન કરવામાં આવેલ હતું.
સમાજનેલગતાં આ ત્રિવિધ કાર્યક્રમમાં સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને પ્રાધાન્ય આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શિક્ષિત અને સુદ્રઢ સમાજના નિમર્ણિ માટે કાર્યક્રમમાં કોળી સેનાના સ્થાપક અને મંત્રી પુરષોલતમભાઇ સોલંકીના સુપુત્ર ગુજરાત કોળી સેના યુવા પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકી તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા બદલ હાલારના લોક લાડીલા સાંસદ પુનમબેન માડમનું સમગ્ર સમાજ વતી ઉમળતાભેર ભવ્ય સન્માન કરવામાં આવેલહ તું. જેની પ્રતિક્રીયા પે સાંસદ પુનમબેન માડમે સમગ્ર કોળી સમાજનો હ્યદયપૂર્વક આભાર વ્યકત કરેલ હતો.
તેમજ સમારોહના સ્થળેથી શહેરના મઘ્યે આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં આવેલ કોળી સેના જામનગર જિલ્લાના મુખ્ય કાયર્લિયનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે દિવ્યેશભાઇ અકબરી ધારાસભ્ય જામનગર, ક્રિષ્નાબેન સોઢા ડે.મયર જામનગર, નિલેશભાઇ કગથરા સ્ટે કમીટી ચેરમેન, જડીબેન સરવૈયા કોર્પોરેટર આશિષભાઇ જોશી શાસક પક્ષ નેતા, બી.એ.ડાકી પ્રમુખ કોળી સમાજ કર્મચારી મંડળ તેમજ કોળી સમાજના જુદા જુદા ગામોના સરપંચો સમજશ્રેષ્ઠીઓ અને સમાજના ડોકટરઓ, એન્જી. વિવિધ ખાતાં કચેરી ફરજ બજાવતા કર્મચારીઓ, ઉપરાંત સમાજના પ્રબુદ્ધ સમાજ સેવકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેશભાઇ શિંગાળા પ્રમુખ કોળી સેના જામનગર કોર્પોરેટર તથા કોળી સનાની સમગ્ર ટીમ દ્વારા કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech