સામંથા રૂથ પ્રભુ સાઉથની શ્રેષ્ઠ અભિનેત્રી છે. તેણે સાઉથની તેની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે. તાજેતરમાં જ અભિનેત્રીનો એક વિડીયો વાયરલ થયો હતો. જે બાદ તેમણે લોકોને જરૂર વગર દવાઓ લેવાનું બંધ કરવાની સલાહ આપી અને તેનો ઉપાય સૂચવ્યો અને તેનું નિદર્શન પણ કર્યું. જે બાદ સિરિયાક એબી ફિલિપ્સ કે જેને લીવર ડોક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે આ માટે અભિનેત્રીની આકરી ટીકા કરી છે અને તેની ટીપ્સને ખતરનાક પણ ગણાવી છે.
સામંથાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં આપી હતી ટિપ્સ
કોઈપણ કારણ વગર દવા લેવાને બદલે સમન્થાએ નેબ્યુલાઈઝરમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ અને ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે તેનું મિશ્રણ જાદુ જેવું કામ કરે છે અને બિનજરૂરી દવાઓનો ઉપયોગ ટાળે છે. હવે સામંથાની આ સલાહ પર ડૉ. એબી ફિલિપ્સે આ બાબત માટે તેના પર ગુસ્સે થયા અને ઇન્સ્ટાગ્રામ પર આ પ્રકારનું સૂચન આપવા બદલ તેની ટીકા પણ કરી છે.
ડૉ. ફિલિપ્સે સામન્થાની ટીપ્સને ગણાવી ખતરનાક
આવી સલાહ આપવા બદલ ડૉ.ફિલિપ્સે સામન્થાને આરોગ્ય અને વિજ્ઞાન વિશે અભણ જાહેર કરી છે. ડૉક્ટરે અમેરિકાના અસ્થમા અને એલર્જી ફાઉન્ડેશનની ચેતવણીઓને ટાંકીને હાઇડ્રોજન પેરોક્સાઇડ સૂંઘવાના જોખમો વિશે જણાવ્યું હતું. ડૉ. ફિલિપ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજમાં આવા કૃત્યો કરવા અથવા જાહેર આરોગ્યને જોખમમાં મૂકવાથી દંડ અને જેલ પણ થઈ શકે છે.
ડૉ. ફિલિપ્સે એ પણ પ્રશ્ન કર્યો કે શું ભારતનું આરોગ્ય મંત્રાલય અથવા કોઈપણ આરોગ્ય નિયમનકારી સંસ્થા સોશિયલ મીડિયા પર આ પ્રકારની ખોટી માહિતી અંગે મુદ્દા ઉઠાવશે કે નિષ્ક્રિય જ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech