દેશમાં કોમ્પુટર ક્ષેત્રે ક્રાંતિ લાવનારા,વિઝનરી અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાનું સર્વર હેક કરવામાં આવ્યું છે અને હેકર્સે તેમને ક્રિપ્ટોકરન્સીમાં હજારો ડોલરની ચુકવણીની માંગ કરી છે અને સાથોસાથ એમ પણ જણાવ્યું છે કે જો સામ પિત્રોડા ખંડણીની હજારો ડોલરની રકમ ક્રિપ્ટોકરન્સીમાં નહી ચુકવે તો હેકર્સ તેમની પ્રતિાને નુકસાન પહોંચાડશે.
પિત્રોડાએ એક ઈમેલમાં જણાવ્યું હતું કે, હત્પં તમારા ધ્યાન પર એક મહત્વપૂર્ણ બાબત લાવવા માંગુ છું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં મારા લેપટોપ, સ્માર્ટફોન અને સર્વરને વારંવાર હેક કરવામાં આવ્યા છે અને ગંભીર રીતે ચેડા કરવામાં આવ્યા છે.તેમ ણે વધુમાં કહ્યું કે જો તે ક્રિપ્ટોકરન્સીમાં હજારો ડોલર ચૂકવવામાં નિષ્ફળ જશે તો હેકર્સે તેમને ચેતવણી આપી છે કે તેઓ તેમની પ્રતિાને કલંકિત કરશે.
હેકરોએ ધમકીઓની સાથે હજારો ડોલરની ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણીની માંગણી કરી છે. તેઓએ ચેતવણી આપી છે કે જો આ માંગણી પૂરી નહીં કરવામાં આવે તો તેઓ એક સ્મીયર અને ખોટી માહિતી ઝુંબેશ શ કરશે.
ઇમેલ પર કિલક ન કરવા વિનંતી
સામ પિત્રોડાએ લોકોને ખાસ વિનંતી કરી કે કોઈપણ લિંક પર કિલક ન કરો અથવા તેનો પ્રતિસાદ ન આપો કારણ કે તેમાં માલવેર હોઈ શકે છે જે ઉપકરણો સાથે ચેડા કરી શકે છે.જો તમને કોઈ અજાણ્યા ઈમેલમોબાઈલ નંબર પરથી કોઈ ઈમેઈલ અથવા સંદેશાઓ પ્રા થાય, તો હત્પં તેને ન ખોલવા વિનંતી કં છું, મારી લિંકસ પર કિલક ન કરવા અને કોઈપણ જોડાણો ડાઉનલોડ ન કરવા (જસ્ટ ડિલીટ ઈટ)માં માલવેર હોઈ શકે છે. તે તમારા પોતાના ઉપકરણો સાથે ચેડા કરી શકે છે, આથી આ બાબતોમાં સાવધ રહેવું જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech