ડોન-૩ વિવાદમાં, હવે મધ્યસ્થ કરાવવા સલમાન મહેનત કરશે
ડોન-૩ વિવાદમાં, હવે મધ્યસ્થ કરાવવા સલમાન મહેનત કરશે
May 29, 2026 08:00 PM
રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ડોન ૩ મુદે ચાલી રહેલા વિવાદમાં સલમાન ખાન પ્રવેશ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝએ શૂટિંગ શરૂ ાય તે પહેલાં જ રણવીર પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાી મુદ્દો વધુ વકર્યો હતો.ફરહાનનો દાવો છે કે અભિનેતાએ શૂટિંગ શરૂ વાના ોડા દિવસ પહેલા જ ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ ઈ ગયું હોવાી નોંધપાત્ર નાણાકીય નુકસાન યું હતું. સલમાન ખાન હવે રણવીર અને ફરહાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મધ્યસ્ી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.સલમાન ખાનને ફિલ્મ ઉદ્યોગના ગોડફાધર તરીકે ઓળખવામાં આવે છે. આનું એક કારણ છે: સુપરસ્ટાર હંમેશા મુશ્કેલ સમયમાં લોકોની પડખે રહે છે. ’ડોન ૩’ને લઈને રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલા વિવાદને વધતો જોઈને, સલમાન ખાને આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. સલમાન ખાનના રણવીર સિંહ અને ફરહાન અખ્તર બંને સો સારા સંબંધો છે. એક અહેવાલ મુજબ, સલમાને બંને પક્ષો સો વાત કરી અને તેમને તેમના સંબંધિત પ્રોજેક્ટ્સના ભવિષ્યને નુકસાન પહોંચાડ્યા વિના તેમના મુદ્દાઓ ઉકેલવા વિનંતી કરી. તેમણે ફરહાનને સમજાવ્યું કે ઉદ્યોગમાં દાયકાઓી સર્જનાત્મક તફાવતો અસ્તિત્વમાં છે અને તે સામાન્ય છે. તેમણે રણવીર સો લાંબી વાતચીત પણ કરી અને તેમનો દ્રષ્ટિકોણ સમજ્યો. સલમાન નુકસાન અંગે ફરહાનની પડખે ઉભો છે અને રણવીરને ધુરંદરની ઐતિહાસિક સફળતાનો લાભ લેવા અને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.જોવાનું એ રહે છે કે રણવીર અને ફરહાનનો આ માત્ર પબ્લીસીટી સ્ટંટ છે કે બીજું કશું?