સલમાન ખાનની નવી હિરોઇન મુંબઇની ગલીઓમાં ફરતી જોવા મળી, જુઓ ફોટો

  • March 01, 2021 01:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'નું શૂટિંગ મુંબઈમાં કરી રહ્યો છે. જ્યાં આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાઉથની ફિલ્મોની સ્ટાર પ્રજ્ઞા જયસ્વાલ જોવા મળી રહી છે. જ્યાં આજે એક્ટ્રેસ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. 
 

પ્રજ્ઞા જયસ્વાલ 'અંતિમ' ફિલ્મમાં સલમાન ખાનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ તે બોલિવૂડ ડેબ્યૂ છે.  પ્રજ્ઞા જયસ્વાલ છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ 'અંતિમ' ની આખી ટીમ સાથે શૂટિંગ કરી રહી હતી. 
 

આ ફિલ્મમાં તે મહાબળેશ્વર શેડ્યૂલનો પણ એક ભાગ હતી. તે સલમાનના લેડીલોવની ભૂમિકા નિભાવી રહી છે અને આ ફિલ્મમાં બંને વચ્ચે રોમેન્ટિક ગીત પણ હશે.
 

પ્રજ્ઞા જયસ્વાલએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે, જેણે ડ્રામા કાંચી માટે બેસ્ટ ડેબ્યુટેન્ટ એવોર્ડ જીત્યો હતો. હાલ તે બાલકૃષ્ણની 106મી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું હજી સુધી કોઈ શીર્ષક સામે આવ્યું નથી. 
 

પ્રજ્ઞા જયસ્વાલ સલમાન ખાન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યાં આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS