સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એકટરે આ અંગેનો ખુલાસો કર્યેા છે અને જણાવ્યું છે કે તેની બે પાંસળીઓ તૂટી ગઈ છે જેના કારણે તે પીડામાં છે.
સલમાન ખાન બોલિવૂડનો સ્ટાર છે. હાલમાં જ સલમાન ખાને એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તે પાંસળીના દુખાવાથી કણસતો જોવા મળ્યો હતો. જે બાદ ચર્ચાએ જોર પકડું કે ભાઈજાનને કોઈ સમસ્યા છે. હવે આ મામલે ખુદ સલમાને પોતાનું મૌન તોડું છે અને કહ્યું છે કે તેની બે પાંસળીઓ તૂટી ગઈ છે.
સલમાન ખાનના કરોડો ચાહકો છે. એને એક નજર જોવા માટે લોકો લાઈનો લગાવીને ઉભા રહે છે. સલમાન એ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ સુપરસ્ટાર્સમાંથી એક છે. ચાહકો તેની સાથે જોડાયેલી દરેક નાની–મોટી માહિતી જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. તાજેતરમાં, ભાઈજાનના ચાહકોની ચિંતા ત્યારે વધી ગઈ યારે તેઓએ સલમાનને એક ઈવેન્ટ દરમિયાન તેની પાંસળીમાં દુખાવાથી પિડાતો જોયો.
આ પછી આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા કે સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે અને હજુ પણ પોતાનું કામ ચાલુ રાખી રહ્યો છે. હવે સિકંદર ફિલ્મ કલાકારે પોતે જ તેની ઈજા પર મૌન તોડું છે અને કહ્યું છે કે તેની બે પાંસળી તૂટી ગઈ
સલમાનની પાંસળીમાં ગંભીર ઈજા
૫ સપ્ટેમ્બરે સલમાન ખાન મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં જોવા મળ્યો હતો. પાપારાઝીઓએ સોશિયલ મીડિયા પર ભાઈજાનની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ દરમિયાન બોલિવૂડ સોસાયટીમાં સલમાનનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિનેતાની આસપાસ પાપારાઝીઓની ભીડ જોવા મળે છે.
આ દરમિયાન સલમાન ખાને ખુલાસો કર્યેા હતો કે સંભાલ કે ભાઈ લોગ, આરામ સે, બે પાંસળી તૂટી ગઈ છે. આ રીતે સલમાને પોતે પોતાની ઈજા વિશે ખુલાસો કર્યેા છે અને જણાવ્યું છે કે શા માટે તે દર્દથી કણસતો જોવા મળ્યો હતો. જો કે તેને આ ઈજા કેવી રીતે થઈ તે અંગે તેણે કોઈ માહિતી આપી નથી.
પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલમાનને તેની આગામી ફિલ્મ સિકંદરની એકશન સિકવન્સના શૂટિંગ દરમિયાન આ ઈજા થઈ હતી, જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો.
સલમાન બિગ બોસ ૧૮માં દેખાશે
કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન તેના રિયાલિટી શો બિગ બોસ ૧૮ના ( ૧૮) શૂટિંગ માટે ગોરેગાંવ ફિલ્મ સિટી ગયો છે. સલમાન અહીં બિગ બોસ સીઝન ૧૮ નો પ્રોમો શૂટ કરવા આવ્યો હતો. હવે તે સ્પષ્ટ્ર થઈ ગયું છે કે હોસ્ટ તરીકે બિગ બોસ સ્ટેજ પર ભાઈજાન વાપસી કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech