કિસી કા ભાઇ કિસી કી જાનના ગીતના ડાન્સ માટે સલમાન થયો ટ્રોલ

  • February 15, 2023 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પૂજા હેગડે સાથેના ગીત નૈયો લગદામાં સલ્લુ ભાઇનો ડાન્સ હાસ્યાસ્પદ સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવી યુઝર્સ લૂંટી રહ્યા છે મજા સલમાન ખાન અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું નૈયો લગદા સોંગ ગઈકાલે બિગ બોસ 16ના ફિનાલે દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારથી આ સોંગ રીલીઝ થયું છે, ત્યારથી ગીતને ઘણા ટ્રોલર્સે પોતાના નિશાનામાં લીધેલું છે. સોશ્યલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર આ સોંગને ટ્રોલર્સે ખૂબ નિશાન બનાવ્યું છે. તમને આ સોંગ સંબંધિત અને ખાસ કરીને સલમાન ખાનના ડાન્સ પર લોકો ખૂબ હસી રહ્યા છે. અને મીમ્સ બનાવીને પણ શેર કરીને મજા લૂંટી રહ્યા છે. સોંગમાં સલમાન ખાન અને પૂજા હેગડેનો રોમેન્ટિક ટ્રેક જોઇ શકાય છે. જ્યારે સલમાન તેના લાંબા વાળમાં ડૅશિંગ દેખાઈ રહ્યો છે, ત્યારે પૂજા તેની ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે. કેટલાક ચાહકો ટ્યુનનાં વખાણ કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ સલમાનનું હૂક સ્ટેપ છે, જેમાં સોંગ પર નેગેટિવ કમેન્ટ્સ કરવામાં આવી રહી છે. સુપરસ્ટાર અને તેના ચાહકો બ્લોકબસ્ટર કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મના ટીઝરની પ્રતિક્રિયાઓ અનુસાર સ્ટેજ પહેલેથી જ સેટ થઈ ગયો છે. પરંતુ નવું રિલીઝ થયેલું ગીત હવે ટ્રોલ્સના રડાર પર આવી ગયું છે. કિસી કા ભાઈ કિસી કી જાનનું નૈયો લગદા સોંગમાં સલમાન ખાન અને પૂજા હેગડેનો રોમેન્ટિક ટ્રેક જોઇ શકાય છે. જ્યારે સલમાન તેના લાંબા વાળમાં ડૅશિંગ દેખાઈ રહ્યો છે, ત્યારે પૂજા તેની ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે. આ સોંગ કમાલ ખાન, પલક મુછલ દ્વારા ગાવામાં આવ્યું છે અને હિમેશ રેશમિયા દ્વારા કોમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેક 2000 ના દાયકાની શરૂઆતના વાઇબ્સ લાવી રહ્યું છે, તેથી કોમ્પોઝીશન માટે થમ્બ્સ-અપ પ્રાપ્ત કરી રહ્યું છે પરંતુ સલમાન દ્વારા કરવામાં આવેલા હૂક સ્ટેપ પર ટ્રોલર્સ ખૂબ મજાક બનાવી રહ્યા છે. ટ્વિટર યુઝર્સમાંથી એકે સલમાન ખાન દ્વારા કરવામાં આવેલા સ્ટ્રેચિંગ જેવા સ્ટેપને ટાંકીને કહ્યું, સલ્લુ ભાઈ નૈયો લગદા ગીતમાં લેગ ડે વર્કઆઉટ કરી રહ્યા છે. ગીત સારું છે પણ કોરિયોગ્રાફી ખૂબ ખરાબ છે. અન્ય નેટીઝને લખ્યું, #KisiKaBhaiKisiKiJaan પરથી #SalmanKhan ની #NaiyoLagda જોયા પછી આ ગ્રહ છોડવાનો સમય આવી ગયો છે." અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, “લાગે છે કે પઠાણમાં કંઇક વધારે જ પેઇનકિલર ખાઇ લીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application