ખાંભામાં રહેણાંક મકાનમાં ભેળસેળ યુક્ત બનાવટી દૂધનું વેચાણ અમરેલી એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી પકડી પાડી રૂ.2,21,850નો મુદામાલ કબ્જે કરી નકલી દૂધનું વેચાણ કરનાર શખસ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના દરોડા દરમિયાન મકાનમાં મિલ્ક પાઉડર અને એસિડ વે પાઉડરનું મિશ્રણ કરી દૂધ બનાવી વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ખાંભાના આશ્રમપરા મીતીયાળા રોડ ઉપર આવેલા એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે બનાવટી દૂધ બનાવી વેચાણ કરે છે, જે અંગેની જાણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને કરતા તેમની ટિમ સાથે આવી પહોંચી મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી મિલ્ક પાઉડર અને એસિડ વે પાઉડરનો જથ્થો, પેકેજીંગ મશીન, ગ્વાલા દૂધ લખેલી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે હાજર શખ્સ ગુણવંત શામજીભાઈ કળસરિયાની પુછપરછ કરતા શખ્સે જણાવ્યું હતું કે, પોતે શીતલ કંપ્નીના દૂધની ખરીદી કરી તેમાં મિલ્ક પાઉડર અને એસિડ વે પાઉડર મિક્સ કરી પેસ્ચ્યુરાઇઝ્ડ હોમોઞેઝાઇડ ટોનેડ મિલ્ક દૂધનું ગ્વાલા દૂધની થેલીમાં સ્ટીકર સહિતની સામગ્રી ચોંટાડી વેંચાણ કરી રહ્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જથ્થાને સીઝ કરી દૂધ-પાઉડર ના નમૂના લઇ લેબમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. અને પોલીસે બનાવટી દૂધનું વેચાણ કરતા ગુણવંત શામજીભાઈ કળસરિયા સામે બીએનસીની કલમ .318(2), 348, 349, 350, 274, 275 તથા ખાદ્યચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006 ની ક.26(2)(આઈ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech