સલાયાના વહાણની જળસમાધિ: ટંડેલ-ખલાસીઓનો આબાદ બચાવ

  • December 05, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરથી ૭૦ નોટીકલ માઇલ દૂર હવામાન ખરાબ થતા વહાણ ડૂબ્યું: તમામને પોરબંદરના ‘હરિહર’ વાહણના ખલાસીઓએ બચાવી લીધા...

સલાયાનાં એમેસવી અલ નિઝામુદ્દીન વહાણે પોરબંદરથી ૭૦ નોટિકલ માઈલ દૂર ખરાબ હવામાનના લીધે લીધી જળસમાધિ, તેમાં રહેલ ૧ ટંડેલ અને ૧૨ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.
સલાયાનું એમએસવી અલ નીઝામુદિંન વહાણએ પોરબંદર થી ૭૦ નોટીકલ માઈલ દૂર ખરાબ હવામાનના લીધે જળ સમાધિ લીધી છે.આં રોજ વહેલી સવારનો આં બનાવ છે.આં વહાણમાં ચોખા તેમજ ટાઇલ્સ વગેરે જનરલ કાર્ગો ભરેલ હતા. અને જ્યાં પોરબંદર થી ૭૦ નોતિકલ માઈલ દૂર હવામાન ખરાબ થતાં આં વહાણ ડૂબવા લાગેલ હતું.તેમાં રહેલ ૧૨ ખલાસી અને એક ટંડેલ કુલ ૧૩ લોકોએ બાજુમાંથી પસાર થતા પોરબંદરનાં હરિહર વહાણે બચાવી લીધા હતા. આ તમામ લોકો સલાયા ,ખંભાળિયા અને ઓખાના હતા. જોતજોતામાં નિઝામુદ્દીન વહાણે દરિયામાં જલ સમાધિ લઈ લીધી હતી.
આ વહાણ સલાયા આમદ ઇબ્રાહિમ ભાયા ની માલિકીનું હતું. આ વહાણના રજીસ્ટ્રેશન નંબર ૧૫૩૫ હતા. આ વહાણ ની કેપીસિટી અંદાજે ૭૦૦ ટન જેટલી હતી. આ વહાણે જલ સમાધિ લીધાના સમાચાર સલાયા મળતા વહાણવટી ભાઈઓમાં ભારે દુ:ખની લાગણી છવાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application