અવારનવાર ગેરવર્તણુંકના બનાવોથી સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત
સલાયા બેંક ઓફ બરોડા અવાર નવાર ચર્ચાઓમાં રહે છે. ક્યારેક ગ્રાહકો સાથે અણછાજતું વર્તન કમેચારીઓ કરે છે તો ક્યારેક કામમાં ઢીલી નીતિઓની ફરિયાદો પણ ઉઠે છે. સલાયામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય લોકો ફરિયાદ કરતા અચકાઈ છે. હાલમાં બે દિવસ અગાઉ સલાયામાં વેપારીઓએ પોતાના કરંટ એકાઉન્ટમાં કેસ પૈસા ભરવા લાઇનમાં ઉભા હતા. ૩ દિવસની રજા બાદ બેંકો ખુલી હતી એટલે સ્વભાવિક લાઇન મોટી હતી. પરંતુ વેપારીઓ કરંટ એકાઉન્ટ હોવા છતાં લાઇનમાં ઊભી કેસ પૈસા ભરવા ઊભા હતા.
અંદાજે ૪૦ મિનિટ બાદ વેપારીનો વારો આવતા કેશિયર દ્વારા બળજબરીથી પાછળના બે થી ત્રણ વ્યક્તિઓને પૈસા આપવા માટે આગળ બોલાવ્યા, ખરેખર આટલી બધી વાર લાઇન ઊભા રહી જે વેપારીનો વારો હતો એમના પૈસા લીધા નહીં,આ કેશરીયરને વેપારીએ રજૂઆત કરી કે અમારો આટલી વાર ઊભા પછી વારો આવ્યો અને તમે પાછળના લોકોને બોલાવો એ વ્યાજબી ન કહેવાઈ.તો કેશિયર દ્વારા આ બાબતે ઉધતાઇ થી જવાબ અપાયો કે કામ તો એમજ થશે તારે જેને કહેવું હોય એને કહી દે! જેથી વેપારી મેનેજર પાસે ફરિયાદ માટે ગયા ત્યારે મેનેજર તો જાણે કઇ બન્યું જ ન હોય એમ ખોટા જવાબો આપ્યા, જેથી વેપારીએ પણ પોલીસને જાણ કરી કે અહીં વ્યવસ્થામાં લગતા વળગતાઓને પહેલા સવલતો મળે છે.
જેથી પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો. આ બોલાચાલીમાં બેંકમાં સિકયુરિટ ગાર્ડ પણ વેપારીને ઉતેજના પૂર્વક કડકાઈથી વર્તન કરતા જોવા મળ્યા હતા.આથી વેપારી દ્વારા રિજિયોનલ બેન્ક અને લિડબેંક ને ફરિયાદ કરી છે તેમજ ઓનલાઇન પણ બેંકમાં કેશિયર અને મેનેજર વિરુદ્ધ ગેર વર્તણૂકની ફરિયાદ કરી છે.
આમ અવારનવાર આ બેન્ક ઓફ બરોડાના સ્ટાફના ગેર વર્તણૂકના બનાવોથી વેપારીઓ પોતાના ખાતા બીજી બેંકોમાં ટ્રાન્સફર કરાવી રહ્યા છે.આ બાબતે સલાયા શહેર ભાજપના મહામંત્રી સુમિત લાલ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. જેમાં કેસ લેવા તથા આપવા બને માટે અલગ અલગ કાઉન્ટરની માંગ કરવામાં આવેલ છે. તેમજ કરંટ એકાઉન્ટ ધારકોને પણ હેરાનગતિ ન થાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરાઇ છે.