BREAKING NEWS

ગ્રાન્ટના અભાવે રાયના એક લાખ શિક્ષકોના પગાર અટકયા

  • April 10, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અંદાજે ૧ લાખ જેટલા શિક્ષકો માટે ચાલુ માસ આર્થિક મુશ્કેલીઓ લઈને આવ્યો છે. નવા નાણાકીય વર્ષની શઆતમાં જ ગ્રાન્ટ ફાળવવામાં થયેલા વિલંબને કારણે રાયના મોટાભાગના શિક્ષકોને સમયસર પગાર મળ્યો નથી, જેના કારણે હજારો પરિવારોની સ્થિતિ કફોડી બની છે. જોકે, શૈક્ષણિક મહાસંઘની ઉગ્ર રજૂઆત બાદ શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે .૧૪૮૧ કરોડથી વધુની ગ્રાન્ટ રિલીઝ કરતા હવે ટૂંક સમયમાં શિક્ષકોના બેંક ખાતામાં પગાર જમા થશે.
સામાન્ય રીતે દર માસની ૫ તારીખ સુધીમાં શિક્ષકોના પગાર થઈ જતા હોય છે, પરંતુ ચાલુ માસે ગ્રાન્ટ રિલીઝ ન થતા ૧૦ તારીખ વીતવા છતાં શિક્ષકો પગારથી વંચિત રહ્યા હતા. રાયમાં કુલ ૧.૭૨ લાખ શિક્ષકોમાંથી અંદાજે ૭૦થી ૮૦ હજાર શિક્ષકોને અમુક તાલુકાઓમાં 'સ્વભંડોળ'માંથી પગાર ચૂકવી દેવાયો હતો, પરંતુ બાકીના ૧ લાખ શિક્ષકો આર્થિક ભીંસમાં મુકાયા હતા. હોમ લોન, બેંકના હા, બાળકોની ફી અને ઘરખર્ચના કારણે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ગંભીર મુદ્દે રાષ્ટ્ર્રીય શૈક્ષિક મહાસઘં દ્રારા શિક્ષણ સચિવને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મહાસંઘે માંગ કરી હતી કે: તમામ જિલ્લ ાઓને વિલબં વિના પગાર ગ્રાન્ટ ફાળવવામાં આવે.
ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે 'પૂર્વગ્રહિત' રીતે ગ્રાન્ટ ફાળવવાની સુવ્યવસ્થા ઊભી કરવી.નવા નાણાકીય વર્ષના વહીવટી કારણોસર શિક્ષકોના પાયાના હક એવા પગારમાં વિલબં ન થવો જોઈએ.
આ રજૂઆતના પગલે શિક્ષણ વિભાગ સક્રિય થયો હતો અને બે તબક્કામાં ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ૬ મુખ્ય જીલ્લાઓ માટે .૧૩૯.૮૦ કરોડ ફાળવાયા હતા, જેમાં અમદાવાદ શહેર (.૫૬.૭૦ કરોડ), સુરત (.૪૩.૮૦ કરોડ) અને રાજકોટ (.૧૧.૨૦ કરોડ)નો સમાવેશ થાય છે. ત્યારબાદ અન્ય એક પરિપત્ર દ્રારા બાકીના ૩૪ જિલ્લ ાઓ માટે .૧૩૪૧.૫૫ કરોડની માતબર રકમ રિલીઝ કરવામાં આવી છે. વહીવટી તંત્રો દ્રારા હવે યુદ્ધના ધોરણે પગારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આગામી બે–ત્રણ દિવસમાં જ તમામ શિક્ષકોના ખાતામાં પગાર જમા થઈ જવાની શકયતા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News