સૈફ પર હુમલો કરનાર વારંવાર લૂક બદલી રહ્યો છે: 50 લોકો રડાર પર

  • January 18, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બુધવારે મોડી રાત્રે બાંદ્રામાં 12મા માળના ફ્લેટમાં ઘૂસેલા એક ચોરે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે અનેક વાર હુમલો કર્યો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. સૈફને ગરદન, પીઠ અને હાથ સહિત શરીરના અનેક ભાગોમાં ઈજાઓ થઈ હતી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અભિનેતાની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી. હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે અભિનેતા ખતરામાંથી બહાર છે અને તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે, તેમને હાલ પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમને આગામી બે કે ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.
હુમલાખોર વિશે પોલીસને અત્યાર સુધી મળેલી સૌથી નક્કર માહિતી મુજબ, ઘટના પછી તેણે પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો. આ માહિતી વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કયર્િ બાદ પ્રકાશમાં આવી છે. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, હુમલાખોર મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં ત્રણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આરોપી જોવા મળ્યો છે. પહેલા ફૂટેજમાં તે સૈફના ઘરમાં ખુલ્લા પગે પ્રવેશતો જોવા મળે છે. બીજા ફૂટેજમાં તે ઘરની બહાર નીકળતો જોવા મળે છે અને ત્રીજા ફૂટેજમાં તે એક નવા લુકમાં જોવા મળે છે. હાલ 50 લોકો પોલીસની રડાર પર છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિ વ્યાવસાયિક ગુનેગાર નથી લાગતો. તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી, ન તો તેમના પરિવાર કે કોઈ મિત્રો વિશે કોઈ માહિતી મળી છે. તે પોલીસથી બચવા માટે પોતાના કપડાં બદલી રહ્યો છે, એવું લાગે છે કે તે કોઈ ક્રાઈમ વેબ સિરીઝ કે ક્રાઈમ મૂવીથી પ્રભાવિત છે. મુંબઈ પોલીસને શંકા છે કે આરોપીઓ બાંદ્રા રેલ્વે સ્ટેશનથી લોકલ અથવા એક્સપ્રેસ ટ્રેન પકડીને મુંબઈની આસપાસ અથવા બહારના સ્થળોએ ગયા હતા. પોલીસની ઘણી ટીમો સ્થાનિક અને એક્સપ્રેસ ટ્રેન સ્ટેશનોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application