સૈફ અલી ખાને અમૃતા સિંહને છૂટાછેડા આપ્યા બાદ ભરણપોષણ માટે આપ્યા હતા આટલા રૂપિયા

  • February 27, 2021 12:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેતા સૈફ અલી ખાન હાલ ચોથી વખત પિતા બન્યો છે. અગાઉ સૈફ-કરીનાના ઘરે તૈમૂરનો જન્મ થયો હતો.  સૈફ અલી ખાનનાં પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા.  સૈફ અલી ખાન તેની પહેલી પત્ની અમૃતા કરતા 12 વર્ષ નાના હતા.

સમાચારો અનુસાર, ફિલ્મ નિર્માતા રાહુલ રાવૈલની એક ફિલ્મના સેટ પર સૈફ અલી ખાન અમૃતાની નજીક આવ્યો હતો. ધીરે ધીરે, મુલાકાતો વધતી ગઈ અને પ્રેમ લગ્ન સુધી પહોંચી ગયો. સૈફ અને અમૃતાના લગ્ન 1991માં થયા હતા. બંને 13 વર્ષ એકસાથે રહ્યા હતા અને આ સમય દરમિયાન સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનનો જન્મ પણ થયો હતો.

જો કે, આ પછી, સમયનું પૈડું વળ્યું અને સૈફ અને અમૃતાના  ડાઇવર્સ થયા. સમાચારો અનુસાર, સૈફે ડાઇવર્સ પછી ભરણપોષણ પેટે અમૃતાને 5 કરોડ રૂપિયા આપ્યા હતા. આ પૈસા 2.5 કરોડ પહેલા અને પછી 2.5 કરોડ બે હપ્તામાં આપવામાં આવ્યા હતા. વળી, ઇબ્રાહિમ 18 વર્ષના થાય ત્યાં સુધી અમૃતાને સૈફ દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. અમૃતાથી અલગ થયા પછી  સૈફે 16 ઓક્ટોબર 2012ના રોજ કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS