'મહાદેવ એપ' સટ્ટાકાંડમાં સાહિલ ખાનની ધરપકડ થશે

  • April 27, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોમ્બે હાઈકોર્ટે ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં આરોપી અભિનેતા સાહિલ ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સમગ્ર ગુનાના વ્યાપક સ્વપને જોતા કેસની ઐંડાણપૂર્વક તપાસ જરી છે. હાલના કેસને લગતી સમગ્ર કામગીરી ગેરકાયદેસર હોવાનું જણાય છે. આ કેસમાં મોટી રકમની સંડોવણી છે. મોટી સંખ્યામાં નકલી સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી ખાન વિદ્ધ ઉપલબ્ધ પુરાવાને ધ્યાનમાં રાખીને, આરોપીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેથી તેને ધરપકડમાંથી રાહત આપી શકાય નહીં. અગાઉ, સેશન્સ કોર્ટે પણ આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યેા હતો, તેથી તેણે જામીન માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યેા હતો, આરોપીઓ વિદ્ધ નવેમ્બર ૨૦૨૩માં માટુંગા પોલીસ સ્ટેશનમાં આઈપીસી, મહારાષ્ટ્ર્ર જુગાર અધિનિયમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીની ગેમને કારણે ભારત સરકારને ટેકસમાં લગભગ ૧૫ હજાર કરોડ પિયાનું નુકસાન થયું છે.

૧૭૦૦ બોગસ બેંક ખાતાનો ઉપયોગ થયો
સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ. વી. કોટવાલને જાણવા મળ્યું કે કુલ ૬૭ સટ્ટાબાજીની વેબસાઇટ છે. આ કેસમાં બે હજારથી વધુ નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૭૦૦ બોગસ બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવાલા અને ક્રિપ્ટો કરન્સી દ્રારા નાણાંની લેવડદેવડ કરવામાં આવી છે. આરોપીએ ટેલિગ્રામ ચેનલ અને વોટસએપ વગેરેનો ઉપયોગ કર્યેા છે.આ કેસમાં યુવા પેઢી સહિત અનેક લોકો તેમની જાળમાં ફસાઈ ગયા છે. કેસની સામગ્રી સૂચવે છે કે આ કેસ માત્ર જુગાર પ્રતિબધં કાયદા હેઠળ જ નહીં પરંતુ આઈપીસી હેઠળ પણ છેતરપિંડી, બનાવટી અને મોટી રકમની ઉચાપતનો ગંભીર ગુનો દર્શાવે છે.
l

આ દલીલો રજૂ કરાઇ
આ પહેલા આરોપીના વકીલે દાવો કર્યેા હતો કે તેમનો અસીલ કોઈપણ એપનો માલિક નથી. તે એક સેલિબ્રિટી છે. તેના કરોડો ચાહકો છે. તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. આ કેસમાં જુગાર ધારાની જોગવાઈઓ લાગુ કરી શકાતી નથી. સરકારી વકીલે એક યાદી રજૂ કરી હતી જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી ઘણી એપનો ભાગીદાર હતો. એપ દ્રારા નિર્દેાષ યુવાનો ફસાયા છે. કેસ સાથે સંબંધિત સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે આરોપીની પૂછપરછ જરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application