સાગઠિયાકાંડ ઇફેક્ટ : 210 બાંધકામ પ્લાન રિજેક્ટ

  • September 21, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ ટીપીઓ સાગઠીયાકાંડ થયો હતો અને ત્યારથી બાંધકામ પ્લાન મૂકવાનું પ્રમાણ ઘટી ગયું છે અને રિજેક્ટ થવાનું પ્રમાણ વધી જતા દેકારો બોલી ગયો છે. દરમિયાન તાજેતરમાં મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં કોર્પોરેટર દ્વારા પૂછાયેલા એક સવાલના પ્રત્યુતરમાં મહાનગરપાલિકાના તંત્ર વાહકોએ સત્તાવાર એવો જવાબ રજૂ કર્યો છે કે છેલ્લા ચાર મહિનામાં વિવિધ કારણોસર કુલ 210 બાંધકામ પ્લાન રિજેક્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા ચાર માસ દરમિયાન ટીપી શાખામાં 1448 બાંધકામ પ્લાન ઈન્વર્ડ થયેલ હતાં જેમાંથી 808 પ્લાન મંજુર કરવામાં આવ્યા છે. અને હાલ 434પ્લાનની મંજુરી આપવાની બાકી છે. તેમ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકામાં મે માસથી સપ્ટેમ્બર માસ સુધીમાં નાના મોટા અલગ અલગ બાંધકામોના 1448 પ્લાન ઈનવર્ડ થયા હતાં જેની ચકાસણી કરવામાં આવતા પાર્કિંગ તેમજ એફએસઆઈ અને અન્ય કારણોસર 210 પ્લાન ના મંજુર કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર માસ દરમિયાન ત્રણેય ઝોનમાંથી 808 પ્લાન મંજુર થયા છે. જ્યારે 434 પ્લાનની ચકાસણી બાકી હોય મંજુરીની પ્રક્રિયામાં હોવાનું ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે. શહેરમાં ઈસ્ટ અને વેસ્ટઝોનમાં ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. જેમાં સુચિત જગ્યામાં થતાં બાંધકામોની વિગત મહાનગરપાલિકા પાસે આવતી નથી. પરંતુ કાયદેસર જમીન ઉપર થતાં બાંધકામના પ્લાન મનપાના ઈનવર્ટ કરવામાં આવતા હોય છે. પહેલા ટાઉનપ્લાનીંગ વિભાગમાં પૈસાના જોરે ગમે તેવા કામ થઈ જતાં હતા.ં તેવું સૌકોઈ કહેતા હતા પરંતુ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનીંગ વિભાગના અધિકારીઓ ઉપર પસ્તાર પડતા તેમજ કમિશનરે ટીપી વિભાગમાં અધિકારીઓની બદલી કરી જવાબદારી સીટી ઈજનેરને સોંપતા અને ટીપી અધિકારીઓની ધરપકડનો બોધપાઠલઈ શાનમાં સમજી ગયેલા અધિકારીઓ પણ હવે બાંધકામ પ્લાનમાં છુટછાટ આપવા માંગતા નથી. જેના લીધે ફક્ત ચાર માસમાં જ 210 બાંધકામ પ્લાન ના મંજુર થયા છે. તેવી જ રીતે હાલમાં મંજુરીની પ્રક્રિયામાં રહેલા 434 પૈકી અનેક પ્લાન પણ નામંજુર થવાની શક્યતા જોવાઈ રહી છે.

બાંધકામ પ્લાનની ઝોનવાઈઝ વિગત

207ને નોટિસ, ડિમોલિશન 108નું
ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાધકામો તોડી પાડવા માટે પ્રથમ 260/1 અને સંતોષકારક જવાબ રજૂ ન થાય ત્યારે 260/2 ની નોટીસ આપી ડીમોલેશન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત છેલ્લા પાંચ માસ દરમિયાન 2559 બાંધકામોની 260/1ની નોટીસ આપવામાં આવેલ જેનો સંતોષકારક જવાબ આવ્યા બાદ બાકી રહેતા 207 આસામીઓને 260/2ની નોટીસ આપવામાં આવેલ અને આ નોટીસની સમય મયર્દિા સાત દિવસની હોય છે. ત્યાર બાદ મહાનગરપાલિકા આ પ્રકારના બાંધકામોનું ડિમોલેશન કરે છે છતાં 207 નોટીસો આપ્યા બાદ પણ આજ સુધીમાં 108 દબાણોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. જેના લીધે 99 ગેરકાયદેસર બાંધકામો કોઈ પણ કારણોસર બચી ગયા હોવાનું જાણવા મળેલ છે.


સેન્ટ્રલઝોર્ન
વોર્ડ નં. 2, 25 પ્લાન મુકાયા, 9 મંજુર, 14 નામંજુર, 2 પેન્ડીંગ
વોર્ડ નં. 3, 136 પ્લાન મુકાયા, 73 મંજુર, 43 નામંજુર, 20 પેન્ડીંગ
વોર્ડ નં. 7, 38 પ્લાન મુકાયા, 28 મંજુર, 6 નામંજુર, 4 પેન્ડીંગ
વોર્ડ નં. 13, 32 પ્લાન મુકાયા, 13 મંજુર, 3 નામંજુર, 16 પેન્ડીંગ
વોર્ડ નં. 14, 29 પ્લાન મુકાયા, 16 મંજુર, 8 નામંજુર, 5 પેન્ડીંગ
વોર્ડ નં. 17, 18 પ્લાન મુકાયા, 13 મંજુર, 2 નામંજુર, 3 પેન્ડીંગ

ઈસ્ટઝોન
વોર્ડ નં. 4, 295 પ્લાન મુકાયા, 127 મંજુર, 64 નામંજુર, 106 પેન્ડીંગ
વોર્ડ નં. 5, 36 પ્લાન મુકાયા, 18 મંજુર, 9 નામંજુર, 9 પેન્ડીંગ
વોર્ડ નં. 6, 14 પ્લાન મુકાયા, 6 મંજુર, 6 નામંજુર, 2 પેન્ડીંગ
વોર્ડ નં. 15, 21 પ્લાન મુકાયા, 12 મંજુર, 4 નામંજુર, 5 પેન્ડીંગ
વોર્ડ નં. 16, 4 પ્લાન મુકાયા, 1 મંજુર, 2 નામંજુર, 1 પેન્ડીંગ
વોર્ડ નં. 18, 330 પ્લાન મુકાયા, 179 મંજુર, 16 નામંજુર, 137 પેન્ડીંગ

વેસ્ટઝોન
વોર્ડ નં. 1, 54 પ્લાન મુકાયા, 17 મંજુર, 8 નામંજુર, 29 પેન્ડીંગ
વોર્ડ નં. 8, 50 પ્લાન મુકાયા, 29 મંજુર, 6 નામંજુર, 15 પેન્ડીંગ
વોર્ડ નં. 9, 51 પ્લાન મુકાયા, 35 મંજુર, 0 નામંજુર, 16 પેન્ડીંગ
વોર્ડ નં. 10, 74 પ્લાન મુકાયા, 40 મંજુર, 9 નામંજુર, 25 પેન્ડીંગ
વોર્ડ નં. 11, 159 પ્લાન મુકાયા, 123 મંજુર, 8 નામંજુર, 28 પેન્ડીંગ
વોર્ડ નં. 12, 82 પ્લાન મુકાયા, 69 મંજુર, 2 નામંજુર, 11 પેન્ડીંગ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application