સાગઠિયાએ એસીબીને પણ ઉઠ્ઠા ભણાવ્યા કે કુલડીમાં ગોળ ભંગાયો ?

  • July 09, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં અત્યારે તો છીંડે ચડયો ચોરની માફક મુખ્ય આરોપી બની ગયેલા મહાપાલિકાના પુર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ રાજકોટ શહેર પોલીસની સીટ ઉપરાંત એસીબીની સીટને પણ ઉઠ્ઠા ભણાવી દીધા હોય અથવા તો બન્ને એજન્સી પાસેથી સાગઠીયાના પડદા પાછળના આ રાજકીય ખેલાડીઓ કોણ ? તે બહાર આવી શકયું નથી. સાગઠીયા હવે જેલ હવાલે થઈ ગયા છે અને કદાચ સાગઠીયા સુધી જ તપાસ હવે સીમીત બની જશે ? કરોડોની બેનામી સંપતિમાં છ દિવસ સુધી એસીબીની કસ્ટડીમાં રહેલા સાગઠીયા પાસેથી એસીબીની આ બધી મિલકતો ઢગલો એક સોનુ કોના પૈસામાંથી કયાંથી કેવી રીતે ખરીદયું ? તેનો કોઈ સ્પષ્ટ્ર તાળો મળ્યો નથી અથવા તો એસીબીએ જાહેર નથી કયુંર્. સાગઠીયાએ એસીબીને આપઘાત કરી લઈશની આપેલી ચીમકી અથવા તો ઉચ્ચારેલા આવા શબ્દો બધં બારણામાંથી જાહેરમાં કેમ પડઘાયા ? કાયદાના જાણકાર એવા સાગઠીયાના સસરા પુર્વ પીઆઈને સાગઠીયા સાથે રહેવા દેવાયા. આ બધું ઉપરના ઈશારે ચાલ્યું હતું કે કેમ ? રીમાન્ડ પુર્ણ થયા અને ગગં ન્હાયા તેવું એસીબીને લાગ્યું હશે ? આવા સવાલો જાણકારોમાં ઉઠયા હશે.


અિકાંડમાં ફસાયેલા સાગઠીયા સામે મોટા ઉપાડે મેદાનમાં પડેલી એસીબીએ ૨૮ કરોડની બેનામી સંપતિ જેમાં પહેલા રાઉન્ડમાં ૧૦.૫૦ કરોડથી વધુની મિલકતો શોધી કાઢી અને પગારની આવક કરતા ૪૦૦ ગણાથી વધુ અપ્રમાણસર મિલકત એકત્રીત કર્યાની એટલે કે, ભ્રષ્ટ્રાચાર આચર્યાના આરોપસર સાગઠીયા સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટ શહેર પોલીસે બબ્બે ગુનામાં સાગઠીયાના રીમાન્ડ મેળવ્યા અને તપાસ પુર્ણ કર્યાનો સંતોષ વ્યકત કરીને સાગઠીયાને જેલ હવાલે કરી દીધા હતા. ત્યાંથી ગત સાહે એસીબીએ જેલમાંથી કબજો લીધો હતો અને સાગઠીયાની હાજરીમાં તેની ટવીન ટાવર સ્થિત ૯મા માળની ઓફિસ ખોલતા અંદર તિજોરીમાંથી ૧૫ કરોડનું સોનુ, ૩ કરોડની રોકડ મળી ૧૮ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. એસીબીએ સાગઠીયાના ૭ દિવસના રીમાન્ડ માગતા અદાલતે ૬ દિવસના રીમાન્ડ પર સોંપ્યો હતો. સાગઠીયાની તપાસ માટે એસીબીના ઉચ્ચ અધિકારીઓ સહિતના પાંચ સભ્યોની સીટ રચવામાં આવી હતી.


રીમાન્ડ દરમ્યાન તપાસમાં શું ખુલી રહ્યું છે તે એસીબી દ્રારા મીડિયા સમક્ષ આ તપાસ કોન્ફીડેન્શીયલ છે તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી કઈં જાહેર ન કરી શકાય તેવા ગાણા ગવાતા હતા. કહેવાય છે અને ચર્ચાય છે એ મુજબ એસીબીને દબાવવા અથવા તો કોઈ પ્રિપ્લાન હોય તે મુજબ સાગઠીયા પોતે આપઘાત કરી લેશે આવા શબ્દો ઉચ્ચાર્યા હતા અને બધં બારણે થયેલી આ વાત જાહેર થઈ ગઈ હતી. સવાલ એ ઉઠે કે, તપાસની વિગતો દેવામાં એસીબી મોં ન ખોલતી હોય તો સાગઠીયા આપઘાત કરી લેશે તે વાત એસીબીમાંથી જ કોને બહાર ફેલાવી હશે ? સાગઠીયા આવું ન કરે તે માટે તેની સાથે કોઈ વ્યકિતને રાખવાનું પણ એસીબીએ પ્રયોજન કરી આપ્યું કે છૂટ આપી હોય તે મુજબ સાગઠીયા સાથે તેના સસરા કે જેઓ પોલીસ ડીપાર્ટમેન્ટના જ રીટાયર્ડ અધિકારી છે. તેમને રહેવાની છૂટ આપી હતી અને તેઓ સાગઠીયા સાથે રીમાન્ડ દરમ્યાન પડછાયો બનીને રહેતા હતાનું જાણવા મળે છે.


એસીબીને ઘરેણા ગીફટમાં આવ્યા કે ખરીદ કર્યાનું કથન કયુ હતું. એસીબીએ ત્યાં જઈને તપાસ કરવી પડે કે નિવેદનો લેવા પડે તેવું ફરજીયાત બની જતાં જવેલર્સની પણ પુછતાછ કરી હતી. જો કે, ત્યાંથી કોઈ એવા મજબુત કે ઠોસ પુરાવા એસીબીને મળ્યા નથી અને મળ્યા હોય તો એસીબીએ જાહેર કર્યા નથી. અત્યાર સુધી સરવાળે ૬ દિવસના રીમાન્ડમાં ખાધું, પીધું ને રાજ કયુ જેવું થયું કે શું ? સાગઠીયાએ એસીબીને પણ ઉઠ્ઠા ભણાવ્યા ? કે પછી કુલડીમાં ગોળ ભંગાઈ ગયો ? આવા તરેહ તરેહના સવાલો જાણકારો કે ભેજાબાજોના દિમાંગમાં ઘુમરાતા હશે.


સાગઠિયાના મોંમાંથી ફલાણું માથું તેવો શબ્દ સરી ન પડે તેવી શીફતાઈ રખાઈ હશે ?
મહાપાલિકા તંત્રના ગોઠવાયેલી ભ્રષ્ટ્રાચારની ચેનલના પ્યાદા સમાન સાગઠીયા કાયદાના સાણસામાં આવતા એક મહિનાથી મહાપાલિકાના સંકળાયેલા પદાધિકારીઓ અને મોટા ગજાના કહેવાતા રાજકીય આકાઓ પણ ઘુમરે ચડયા હતા. કેટલાક સાગઠીયાને ક્રાઈમ બ્રાંચની કસ્ટડી દરમ્યાન મળ્યા તો કેટલાકે જેલમાં પણ સાગઠીયા સાથે સોગઠાબાજી કરી હોવાની વાતો ચાલી છે. સાગઠીયા મોં ન ખોલે તે માટે રાજકીય માથાઓએ ખેલ ખેલ્યો અને ઉપરના ઈશારે તપાસનીશ એજન્સીઓને અંદેશો કે આવા મેસેજ આપી દેવાયા હશે કે સાગઠીયાને વધુ પ્રેશરમાં લાવવાના નથી ? આ બધી બાબતની સાગઠીયાને સવલત મળી રહે તે બાબતની શીફતાઈ રખાઈ હશે ? આવી બધી ચર્ચા ચાલી રહી છે. રીટાયર્ડ પોલીસ અધિકારી એવા સસરાને સાથે રહેવા દીધા તો સાગઠીયા એસીબી સમક્ષ કઈં બોલી ગયા હોય અને આ બાબતની તેના સસરાને જાણ કરી દીધી હોય. એસીબી જે ટીપ મળી હોય અને ત્યાં સુધી તપાસમાં પહોંચે તે પહેલા જ બહાર બધું ગોઠવાઈ ન શકે ? આવી જો અને તો જેવી ચર્ચાઓ વહેતી હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application