રાજકોટમાં ભગવો લહેરાયો : કોંગ્રેસનું વોર્ડ 15માં ખાતું ખુલ્યું, ચારેય ઉમેદવારએ હાસિલ કરી જીત

  • February 23, 2021 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં ફરી ભાજપનું શાસન આવવાનું નિશ્ચિત બની ગયું છે. આજે સવારે જુદા જુદા ૬ સ્થળોએ મતગણતરી શરુ થઇ ત્યારથી જ ભાજપની આખે આખી પેનલને લીડ મળતી જોવા મળતી હતી અને આં ટ્રેન્ડ ચાલુ જ રહ્યો હતો. શરૂઆતમાં જ વોર્ડ નંબર ૭ અને વોર્ડ નંબર ૧૦ અને ૧૩માં ભાજપનો જંગી બહુમતીથી વિજય થયો હતો. શહેરના તમામ ૧૮ વોર્ડમાં ભાજપની પેનલને લીડ જોવા મળી રહી છે અને આ ટ્રેન્ડ જોતા ભાજપ આ વખતે ઈતિહાસ સર્જશે તેવું લાગી રહ્યું છે. ભાજપની છાવણી ભારે ઉત્સાહમાં છે અને વિરાણી ચોકમાં કાર્યકરોએ ફટાકડા ફોડીને ભાજપના વિજયને વધાવ્યો છે.

રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ હતી અને તેમાં પણ ભાજપના ઉમેદવારોને વધુ મત મળ્યા હતા. બાદમાં ૅવીએમ ખોલવામાં આવ્યા હતા અને ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે રાજકોટમાં ભાજપમાં ૨૨ બેઠક પર અને ૨ બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. ભાજપના ભગવતીપરા વિસ્તારમાં ભાજપના એક ઉમેદવાર વિજયી બન્યા છે. આ ઉપરાંત વોર્ડ નં.૭માં ભાજપની પેનલ જીતી છે. કોંગ્રેસના સુપડા સાફ થવાની સંભાવના જોવા મળી રહી છે. રાજકોટમાં ભાજપે વિજય સરઘસની તૈયારી શરૂ કરી દીધી છે.

રાજકોટમાં આજે અલગ અલગ ૬ જગ્યાએ મનપાની ચૂંટણીનું મત ગણતરી કરવામાં આવી રહી છે. ચૌધરી હાઇસ્કૂલ ખાતે આ વર્ષે એલઈૅડી સ્ક્રિન પર પરિણામ આપવાના બદલે લગ્ન જેવા મંડપો બાંધવામાં આવ્યા છે અને સ્પીકરમાં બોલીને લોકો સુધી પરિણઆમ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં ૬-૬ જગ્યા પર મતગણતરી રાખતા પોલીસ અને વહીવટી તંત્ર સહિત તમામ અધિકારીઓ-કર્મચારીઓ મૂંઝવણમાં મૂકાયા હતા.

રાજકોટ મનપાની ચૂંટણીમાં ૧૮ વોર્ડના ૨૭૩ ઉમેદવારો ઝંપલાવ્યું હતું. . ૨૧ ફેબ્રુઆરીએ રાજકોટ મનપાની ચૂંટણીમાં ૫૦.૭૫ ટકા મતદાન થયું હતું. રાજકોટ મનપાની ચૂંટણીમાં ગત ૨૦૧૫ની ચૂંટણી કરતા એક ટકા મતદાન વધ્યું છે. ૨૦૧૫માં મનપાની ચૂંટણીમાં ૪૯.૫૩ ટકા મતદાન થયું હતું. જેના પરિણામે ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠક પર જીત મળી હતી. આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ ખેલાયો છે. આ વખતે રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ ૬૦ ટકા મતદાન થવાની શક્યતા હતી પરંતુ તેની અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે. સ્ત્રી કરતા પુરૂષ મતદારોનું ૮ ટકા મતદાન વધુ છે.

આ વર્ષે કોરોના ગાઇડલાઈન વચ્ચે રાજકોટ માનપમાં ત્રિ-પાંખીયો જંગ જરૂર છે. જેની સામે મતદારોએ પણ કોવિડ ગાઇડલાઇન જાળવી ઈવીએમથી સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું હતું. ગત ચૂંટણીમાં રાજકોટ મનપાના વોર્ડ નંબર ૧૫માં સૌથી વધુ ૬૧.૮૯% મતદાન થયું હતું જ્યારે આ વખતે ૫૮.૧૮ ટકા મતદાન નોંધાયું છે. એટલે કે ૨૦૧૫ની દ્રષ્ટિએ ૩ ટકા ઓછું મતદાન થયું છે. ૨૦૧૫માં વોર્ડ નંબર ૨માં સૌથી ઓછું ૪૨.૭૨ ટકા મતદાન થયું હતું જેની સામે આ વર્ષે વોર્ડ નંબર ૧માં સૌથી ઓછું ૪૫.૧૬ ટકા મતદાન નોંધાયું છે.

વોર્ડ નં .17 માં કોંગ્રેસે હાર સ્વીકારી હતી, ભાજપ ઉમેદવાર વિનુભાઈ ઘવા કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઈને ગળે મળી ભાવુક થયા 

વોર્ડ નંબર 11માં ભાજપની પેનલ વિજેતા બની છે .

આપને કોંગ્રેસની સમકક્ષ મત મળ્યા હતા 

વોર્ડ 17માં જીત બાદ ભાજપના બન્ને મહિલા ઉમેદવાર અનિતા બેન ગોસ્વામી અને કીર્તિબા રાણા ભાવુક થયા હતા, આંખમાંથી ખુશીના આંસુ છલકયા.

રાજકોટમાં વોર્ડ 09માં પણ  ભાજપ પેનલની જીત થઇ છે.

વોર્ડ નંબર 11માં આપએ કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા છે. 

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરએ રાજીનામુ આપ્યુ છે.

વોર્ડ નંબર 15 માંથી કોંગ્રેસની પેનલ આગળ છે, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને તેમની પેનલે ઉમેદવારી કરી છે.


 

વોર્ડ નંબર 1,2,4,5,6,7,8,910,11,12,13,1416,17,18 માં 64  સીટ પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે. 

કોંગ્રેસનું વોર્ડ 15 માં ખાતું ખુલ્યું અને ચારેય ઉમેદવારએ જીત હાસિલ કરી છે.


 

વૉર્ડ નંબર  3માં ભાજપના ઉમેદવારો 4 હજારની લીડ સાથે આગળ છે.

રાજકોટ વોર્ડ નંબર 3માં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપની પેનલ 6500 મતથી આગળ છે.

રાજકોટ વોર્ડ નંબર 3માં પણ ભાજપનો કેસરિયો લહેરાયો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS