દિલ્હીમાં પણ ભગવું ડબલ એન્જિન

  • February 08, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીમાં 27 વર્ષના વનવાસ બાદ ભાજપ્ની સરકાર બની રહી છે. દિલ્હીમાં પણ હવે ડબલ એન્જીનની સરકાર આવશે એવું દેખાઈ રહ્યું છે. મતદાન બાદ એક્ઝીટ પોલ્સની આગાહીઓ પ્રમાણે જ ભાજપ્ને બહુમતી મળી રહી છે. ભાજપ લગબગ 38 બેઠકો મેળવતો દેખાઈ રહ્યો છે અને આપ 32 બેઠકો મળે તેવું લાગી રહ્યું છે. દિલ્હી ચૂંટણીના શરૂઆતના વલણોમાં, ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસનું ખાતું પણ ન ખુલે એવી સ્થિતિ દેખાઈ રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર સવારે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર, ભાજપ 38 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી 32 બેઠકો પર આગળ છે. દિલ્હીમાં વલણોમાં ભાજપ્ને બહુમતી મળ્યા બાદ, ભાજપ્ના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે જો તમે જનતાને છેતરશો તો જનતા પણ એવું જ પરિણામ આપશે. પીએમ મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં ડબલ એન્જિન સરકાર બનશે.
1993માં જ્યારે પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે રામમંદિર આંદોલનની લહેરમાં ભાજપે એકતરફી જીત મેળવી હતી. જો કે પાંચ વર્ષના કાર્યકાળમાં સ્થિતિ એવી હતી કે પાર્ટીને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી. કોંગ્રેસ સતત ત્રણ વખત દિલ્હીમાં સત્તા પર આવ્યું અને હવે આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ વખતથી સત્તામાં હતું.

આપની હારના આ રહ્યાં ત્રણ કારણો

કોંગ્રેસ-આપની લડાઈનો ફાયદો ભાજપને
દિલ્હીની ચૂંટણીમાં આપ્ને ભયંકર ફટકો પડ્યો છે અને ભાજપ સરકાર રચવા જી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આમ આદમી પક્ષ સત્તા ગુમાવી રહ્યો છે તે માટે કોંગ્રેસ દ્વારા તેના મત કાપવામાં આવ્યા તે હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ઈંડિયા ગઠબંધનના સાથી પક્ષો કોંગ્રેસ અને આપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન ન કરી શક્ય અને કોંગ્રેસે આપ્ના મત કાપ્ય જેનાથી આપ બહુમતીથી દૂર સરકી ગઈ. આમ આદમી પક્ષના મોટા નેતાઓ સામે પણ કોંગ્રેસે મોટા નામ ઉતાર્યાં હતા જેને લીધે આ સ્ટારપ્રચારક પોતાના મતવિસ્તારની બહાર જ ન નીકળી શક્યા.

ઓવૈસીને લીધે ભાજપ તરફે ધ્રુવીકરણ
ઓવૈસીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ્ને ફાયદો કરાવ્યો છે. જ્યાં પણ મુસ્લિમ મત ટકાવારી 50% છે, ત્યાં ભાજપ્ના ઉમેદવારો આગળ જોવા મળે છે. ઓવૈસીએ ભલે કોઈ બેઠક જીતી ન હોય, પરંતુ દિલ્હીની ચૂંટણીમાં તેઓ કોઈક રીતે મતદારોને ભાજપ્ની તરફેણમાં ધ્રુવીકરણ કરવામાં સફળ રહ્યા છે. જેલમાંથી આવેલા તેમના બંને ઉમેદવારો બિલકુલ જીતશે નહીં તે ચોક્કસ હતું, પરંતુ ભાજપ્ના ઉમેદવારોને જીત અપાવવામાં તેમનું મોટું યોગદાન રહેશે. મુસ્લિમોએ પણ ભાજપ્ને મત આપ્યો હોય તેવું લાગે છે.

આપના વાતોના વડાં
આમ આદમી પાર્ટીએ જે કામ કયા તેના કરતાં ઢોલ પીટવાનું કામ વધુ કયુ હતું જે ચૂંટણીમાં નડયું છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીની કટ્ટર ઈમાનદાર તરીકેની છબીને બગાડવાનું કામ ભાજપ સફળતાપુર્વક કરી શકયો હતો. અને શીશમહેલ જેવા મુદ્દે પણ આપની છાપ ખરાબ થઈ હતી

ઔર લડો, સમા કર દો એક દુસરે કો: ઓમર
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને આપ પર કટાક્ષ કરતા કહ્યું, 'હજી વધુ લડો બંને.' તેમણે એકસ પર એક જીઆઈએફ જારી કરી છે જેમાં એક સાધુ કહી રહ્યા છે કે ઔર લડો, સમા કર દો એક દુસરે કો.

ભાજપ કાર્યાલયોમાં જીતની ઉજવણી શરૂ
વલણોમાં આપની હાર અને ભાજપની જીત લગભગનિશ્ચિત દેખાવા માંડતા સાડા દસ વાગ્યાથી જ દેશના વિવિધ ભાજપની લીડ બાદ કાર્યાલયોમાં ઢોલ–નગારા, અબિલ–ગુલાલ અને ફટાકડા સાથે જીતની ઉજવણી શરૂ થઇ ચુકી છે

કેજરીવાલ, આતિશી અને સિસોદિયા સતત પાછળ
નવી દિલ્હી બેઠક પરથી આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ સવારથી સતત પાછળ ચાલી રહ્યા હતા. જયારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા ૧૩૧૪ મતથી પાછળ અને કાલકાજી બેઠક પરથી આતિશી ૧૦૩૯ મતથી સતત પાછળ ચાલી રહ્યા છે






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application