એસટીના ચાલકએ સ્પિડ બ્રેકર ટપાડતા આધેડ સહીત બે મુસાફરો ઉછળતા ઇજા

  • April 21, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-જૂનાગઢ એસટીની ઇલેક્ટ્રિક બસના ચાલકએ બેદરકારી પૂર્વક બસ હંકારી ગોંડલ રો પર સ્પીડ બ્રેકર ટપાડતા બે મુસાફરોને કમરના ભાગે ઇજા થવાથી સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. બનાવને લઇ ઈજાગ્રસ્ત આધેડએ બસના ચાલક સામે પોલીસમાં રાવ કરી છે.

ઉપલેટાનાં વડાળી ગામે રહેતા ધીરજલાલ ઓધવજીભાઈ સોલંકી (ઉ.વ.૬૨)નામના પ્રૌઢ ગત તા. ૧૫ નાં રોજ જુનાગઢ દિકરીના ઘરે જવા માટે દીકરી સાથે બસ સ્ટેન્ડએથી રાજકોટ-જુનાગઢ રૂટની એસ.ટી.ની મીની ઇલેકટ્રીકમાં બસમાં બેઠા હતા. દરમિયાન બસ પી.ડી.માલવીયા કોલેજ પાસે પહોંચતા ડ્રાઈવરે સ્પીડ બ્રેકર આવતા બ્રેક મારવાની જગ્યાએ સ્પીડ બ્રેકર ટપાડતા પાછળ બેઠેલા ધીરજભાઈ સહિતના મુસાફરો ઉછળ્યા હતા જેમાં ધીરજભાઈ અને અન્ય એક મુસાફરને પીઠના ભાગે ઇજા થતા બસ ઉભી રાખવાની ફરજ પડી હતી અને 108ને ફોન કરતા ધીરજભાઈ અને અન્ય એક મુસાફરને સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામાં આવતા ત્યાંના તબીબે ધિરાજભાઈને કમરના ભાગે ફેક્ચર જેવી ઇજા થઇ હોવાનું નિદાન કરતા એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી આધેડની ફરિયાદ પરથી બસ ચાલકની બેદરકારીના કારણે બનાવ બન્યાનું જણાવતા પોલીસે એસટીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application