રાજકોટઃ રૈયા રોડ પર ખાનગી જગ્યામાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા તબીબને ત્યાં SOG ટીમની રેડ

  • August 19, 2021 12:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રૈયા રોડ પર આવેલ એક ખાનગી જગ્યામાં ગર્ભ પરીક્ષણ કરતી એક મહિલ તબીબને ત્યા એસઓજીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન કનૈયા ચોક પાસે આવેલ શિવપરા શેરી -5,શક્તિ કૃપા મકાન માથી ગર્ભપરીક્ષણ ના સાધનો તથા ગર્ભપાડવાની દવાઓ તથા અન્ય સામાન મળી આવ્યા હતા. SOG બ્રાન્ચના PSI અન્સારીની ટીમના મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મૂળિયાં તથા યુવરાજ સિંહની બાતમીના આધારે મહિલા પો .કોન્સ્ટેબલ શાંતુબેન મૂળિયા ડમી ગ્રાહક બની રેડ કરી સફળતા મેળવી હતી. એકપણ ડિગ્રી વગર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી આપતી મહિલાને પકડી આગળની કાયદાકીય કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હાલ મહિલાની પૂછપરછ કરી વધુ વિગતો મેળવાઈ રહી છે.


ગર્ભ પરિક્ષણ કરતી મહિલાની વિગત
સરોજ બેન વિનોદભાઈ ડોડીયા ,ઉમર 35,ધંધો નર્સિંગ,રહેઠાણ -કોઠારીયા રોડ ,બ્રમ્હાણી હોલ ની પાછળ જૂની રાધે શ્યામ સોસાયટી શેરી નંબર 2 રાજકોટ ,
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS