રાજકોટ જેતપુરના ઉધોગનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલા ખેતલીયા ટેકસટાઇલમાં ગ્રામ્ય એસોજીની ટીમે દરોડો પાડી અહીંથી સંગ્રહ કરાયેલા એલપીજી સિલિન્ડરનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં ૬૯ ભરેલા બાટલા અને ૨૪ ખાલી એલપીજી સિનિયર મળી આવ્યા હતા. આ સિલિન્ડર જયાંથી સપ્યાલ થયા હતા તે મહાદેવ ગેસ્ટ એજન્સીના ગોડાઉનને પોલીસે સીઝ કરી દીધું હતું અને આ મામલે ટેકસટાઇલના માલિક અને ગેસ એજન્સીના સંચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા એલપીજી ગેસના સિલિન્ડર્સને સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેને લઇ એસઓજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.જી. ઝાલા તથા ટીમ તપાસમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારના ખેતલીયા ટેકસટાઇલમાં દરોડો પાડો હતો. અહીંથી ૬૯ ભરેલા અને ૨૪ ખાલી એલપીજી સિલિન્ડર મળી આવ્યા હતા જેનો ઉપયોગ સાડી પ્રિન્ટિંગના હેતુ માટે કરાતો હતો જેના માટે જ અહીં ગેરકાયદે સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં તમામ એલપીજી સિલિન્ડર મહાદેવ ગેસ એજન્સીમાંથી આવ્યાનું ખુલતા એસોજીએ ગેસ એજન્સીનું ગોડાઉન સીઝ કરી દીધું હતું. આ અંગે ખેતલીયા ટેકસટાઇલના માલિક ફેનિલ જીતેન્દ્રભાઈ પાદરીયા (રહે. જુનાગઢ રોડ, જેતપુર) અને મહાદેવ ગેસ એજન્સીના સંચાલક રાજ ભાવેશભાઈ સાકરીયા (રહે. ગંગના જમના રેસીડેન્સી, જેતપુર) વિદ્ધ એલપીજી ગેસ સિલિન્ડરની ગેરકાયદે રીતે સંગ્રહખોરી કરવાની ફાયર સેફટીની જોગવાઈઓના ભગં કરવાની, સંગ્રહ અને વપરાશ ક્ષમતા કરતા વધુ માત્રામાં ગેસ સિલિન્ડરનું વેચાણ કરવાની અને ગેસ સિલિન્ડર લ્સની જોગવાઈઓનો ભગં કરવા સહિતની બાબતો હેઠળ કાર્યવાહી કરી હતી.આ દરોડા દરમિયાન ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર ઉપરાંત મોબાઈલ ફોન મળી પિયા ૨.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપીઓ સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા એકસપ્લોઝિવ એકટ અને બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ કામગીરીમાં એસઓજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.જી. ઝાલા, પી.બી. મિશ્રા, એએસઆઈ પરબતભાઈ શામળા ફિરોજભાઈ બ્લોચ, કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ત્રાકટા, નિર્મળસિંહ ચુડાસમા, નવદીપભાઈ બાબરીયા સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application