આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ : ગોંડલ પાસે આવેલ જામવાડી જીઆઈડીસીમાંથી ૨ કિલો ગાંજાના જથ્થા સાથે ગોંડલના શખસને રલ એસઓજીનો ટીમે ઝડપી લઈ .૧.૬૧ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો. ગોંડલના પેડલર જયરાજ ચૌહાણ પાસેથી ગાંજો મેળવ્યાની કબૂલાત આપતાં તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા માદક પદાર્થને લગતી ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર નાબુદ કરી અસરકારક કામગીરી કરવાની આપેલી સુચનાનાના પગલે એસઓજી પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી.મિશ્રા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.દરમિયાન એએસઆઇ વિપુલભાઇ ગુજરાતી, પકબહાદુર બોહરા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ડોડીયાને ગોંડલ બી.ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામવાડી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલ પંપની પાછળની ગલીમાં એક શખસ એકટીવા લઇ શંકાસ્પદ હાલતમાં પસાર થતા તે એકટીવા ચાલકને અટકાવી એકટીવાની ડેકી ચેક કરતા તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવતા પોલીસે તે શખસની અટકાયત કરી હતી. આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ આસીફ ઉર્ફે ભત્રીજો હાજી ઠેબા (રહે. ગોંડલ, વોરા કોટડા રોડ, પંચપીરની દરગાહ (ધાર) પાસે) હોવાનું જણાવ્યું હતું. એસઓજીની ટીમે પકડાયેલ શખસ પાસેથી .૧ લાખનો ૨ કિલો ગાંજો કબજે કરી પૂછતાછ કરતાં તેને આ ગાંજાનો જથ્થો ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતાં જયરાજ જવાનસગં ચૌહાણ નામના શખસે સપ્લાય કર્યેા હતો અને ગાંજો છૂટકમાં વેંચાણ કરવાનો હતો. હાલ પોલીસે કુલ .૧.૬૧ લાખનો મુદામાલ કબજે કરી ગાંજાનો સપ્લાયયર જયરાજ જવાનસગં ચૌહાણની શોધખોળ હાથ ધરી હતી...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ત્રીજા પક્ષની દખલગીરી મંજૂર નહીંઃ સરહદ વિવાદ પર ભારતે નેપાળને રોકડું પરખાવ્યું
દેશમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દેશમાં નંબર વનઃ જયદેવ શાહ
વિરાટ કે રજત નહીં RCBનો આ ખેલાડી છે 'લકી ચાર્મ', જેટલી મેચ રમ્યો બધામાં જીત મળી
LPG સિલિન્ડરની હોમ ડિલિવરી માટે રૂ.25 આપવા પડશે, ગ્રાહકોએ આ જાણવું જરૂરી
શેરબજાર માટે આજનો દિવસ મંગળ રહ્યો, અચાનક આવેલી તેજી પાછળનાં આ 3 મુખ્ય કારણો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech