માળીયા મીયાણા નજીક હાઈવે પર એસએમસીની ટીમને દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ટ્રકમાં ભુસાની આડમાં 7,213 બોટલ દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે 92.79 લાખનો દારૂનો આ જથ્થો ટ્રક સહિત કુલ રૂપિયા 1.15 કરોડના મુદ્દામાલ સાથે જામનગરના દરેડમાં રહેતા ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. જ્યારે પૂછતાછમાં દારૂનો આ જથ્થો પંજાબથી ટ્રકમાં ભરવામાં આવ્યો હોય અને દારૂનો જથ્થો મંગાવનાર તરીકે દેવભૂમિ દ્વારકાના કુખ્યાત બુટલેગર અરજણ કોડીયાતરનું નામ ખુલ્યું હતું. આ સહિત સાત શખસોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે આ ભુસાની ગુણી હટાવી જોતા નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એસએમસી વડા નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ પીએસઆઇ એસ.વી.ગળચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માળિયા રેલવે ક્રોસિંગ નજીક માળિયા મીયાણા જામનગર હાઇવે પર એક શંકાસ્પદ ટ્રક પોલીસે અટકાવી હતી. આ ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદર ભુસાની ગુણીઓ ભરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ પોલીસે આ ભુસાની ગુણી હટાવી જોતા નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કુલ રૂપિયા 1,15,69,550નો મુદ્દામાલ કબજે કર્યો
દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી રૂપિયા 92.69 લાખની કિંમત નો 7,213 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના આ જથ્થા સાથે પોલીસે જામનગરના દરેડમાં રહેતા ટ્રક ચાલક ભાવેશ નાથાભાઈ મોરી અને ક્લીનર લીલા ટપુભાઈ મોરીને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો ટ્રક અને ભુસાની ગુણીઓ સહિત કુલ રૂપિયા 1,15,69,550નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાત શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દારૂનો આ જથ્થો દેવભૂમિ દ્વારકાના રાણપર ગામે રહેતા કુખ્યાત બુટલેગર અરજણ આલા કોડિયાતરે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. દારૂનો આ જથ્થો પંજાબથી સપ્લાય થયો હતો પોલીસે દેવભૂમિ દ્વારકાના રાણપરના કુખ્યાત બુટલેગર અર્જુન આલા કોડીયાતર તેમજ ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર ટ્રકના માલિક પંજાબથી ટ્રકમાં દારૂનો જથ્થો કરનાર બે શખસો અને પંજાબથી દારૂનો સપ્લાય કરનાર સહિત સાત શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech