BREAKING NEWS

જાફરાબાદ જેટી ઉપર એસએમસી ત્રાટકી: બોટમાં લેવાયેલો ૨૨.૭૫ લાખના દારૂ સાથે ચારને ઝડપ્યા

  • May 11, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ મોનીટરીંગ સેલએ સૌરાષ્ટ્ર્રમાં ધામા નાખતા ઠેક ઠેકાણેથી દા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. વિછિયાના થોરળી તેમજ સુરેન્દ્રનગરના થાનગઢ અને ગઈકાલે જાફરાબાદ જેટી પરથી બોટમાં લેવાયેલો જંગી વિદેશી દા ઝડપી લઇ બુટેલગરો ઉપર ધોંસ બોલાવી છે. પ્રા વિગત મુજબ જાફરાબાદ જેટી ઉપર દરિયાઈ માર્ગે ઈંગ્લીશ દાની મોટી હેરફેર કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી એસએમસીને મળતા મધરાત્રે એસએમસીની ટિમ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી. દરોડા દરમિયાન કટિંગ કરવામાં આવતો ૬,૮૫૯ બોટલ વિદેશી દા .૨૨,૭૫,૪૮૦નો તેમજ બોટ એન્જીન, ટ્રેકટર, ત્રણ છકડા અને એક અકસેસ સ્કૂટર તેમજ ૭ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૩૩,૮૯,૩૮૦નો મુદ્દામાલ કબ્જે કરી દા મંગાવનાર પ્રકાશ બાબુ શિયાળ (રહે.જાફરાબાદ), બોટનો ડ્રાઈવર રમેશ રણશીભાઈ મેર (રહે– અમલપીર શેરી, મચ્છી માર્કેટની પાછળ, કોડીનાર), ( બોટમાં જાવેદ સાથેનો ખલાસી ) દા ઉતારનાર મજુર કાલુલાલ કમલચદં રાવત (રહે,જાફરાબાદ મુળ રાજસ્થાન), છકડા રિક્ષાનો ડ્રાઇવર વિજય ભુપતભાઈ બારૈયા (રહે જાફરાબાદ)ને ઝડપી લીધા હતા, દરોડા દરમિયાન પ્રકાશનો માણસ, રામ બારૈયા (રહે.જાફરાબાદ બંદર), દા મગાવનાર મુખ્ય આરોપી પ્રથમ ઉર્ફે ભુરો, દમણથી દા મોકલનાર અજાણ્યો શખસ, જાવીદ કાશમ રફાઈ (રહે. કોડીનાર, મુળ દ્રારકા રોડ ( બોટનો ટંડેલ ) ઇસ્માઇલ અબ્દુલા પટેલીયા (રહે. નવાબંદર– બોટનો માલીક ), દાનો જથ્થો ઉતારી આપવા માટે વ્યવસ્થા કરી આપનાર અજાણ્યો શખસ) ,રાજદિપ સોલંકી (રહે.જાફરાબાદ છકડા રિક્ષાનો ડ્રાઇવર) ઉપરાંત પાંચ અજાણ્યા ઇસમો સહીત ૧૧ શખસો નાશી છૂટતા તમામ સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન તેજ કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application