નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ) એ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગના કલાકો લંબાવવાની દરખાસ્ત કરી હતી પરંતુ દરખાસ્ત પર બ્રોકર્સ વચ્ચે સર્વસંમતિના અભાવે બજાર નિયામકે તેને નકારી કાઢી હતી. એનએસઈએ માર્કેટ રેગ્યુલેટરને ડેરિવેટિવ્ઝ માર્કેટને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી વધારાના ત્રણ કલાક માટે ખોલવા વિનંતી કરી હતી. એનએસઈએ દલીલ કરી હતી કે આનાથી બજારના બ્રોકરોને મોદી સાંજ સુધી ખરીદી અને વેચાણ કરવામાં મદદ મળશે. પરંતુ શેર બ્રોકરોમાં આ અંગે કોઈ સહમતિ ન હતી. બ્રોકર્સે કહ્યું કે આનાથી તેમના ખર્ચમાં વધારો થશે અને વધારાની ટેકનોલોજીની પણ જર પડશે. એનએસઈના મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે પુષ્ટ્રિ કરી કે આ પ્રસ્તાવને હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે.એનએસઈના પરિણામો પર વિશ્લેષકો સાથેની ચર્ચા દરમિયાન ચૌહાણે કહ્યું, 'હાલમાં ટ્રેડિંગના કલાકો લંબાવવાની કોઈ યોજના નથી કારણ કે આ સંદર્ભે બ્રોકર્સ તરફથી કોઈ વાતચીત નથી. અપેક્ષિત પ્રતિસાદના અભાવે, સેબીએ અમારી અરજી ફગાવી દીધી. તેથી, બજારનો સમય લંબાવવાની યોજના હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ વર્ષની શઆતમાં, સ્ટોક બ્રોકર્સ બોડી એસોસિયેશન ઓફ નેશનલ એકસચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા દ્રારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બોમ્બે સ્ટોક એકસચેન્જ બ્રોકર્સ ફોરમ અલગ સેગમેન્ટની તરફેણમાં ન હતું.
માર્કેટ રેગ્યુલેટરે બ્રોકર્સ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમની રચના કરી હતી, જેમાં બ્રોકર્સની ત્રણ સંસ્થાઓને સભ્યો તરીકે સામેલ કરવામાં આવી હતી, જેથી માર્કેટમાં ટ્રેડિંગના કલાકો વધારવા અને અન્ય મુદ્દાઓ પર બ્રોકર્સ વચ્ચે સર્વસંમતિ ઊભી કરી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇએસએફએ ગયા મહિને આ પ્રસ્તાવ પર પોતાની ટિપ્પણીઓ રજૂ કરી હતી. તેમણે ન તો બજારના કલાકો લંબાવવાની જરિયાતની પુષ્ટ્રિ કરી કે ન તો તેની સાથે સંકળાયેલ પડકારોને નકારી કાઢા. બ્રોકર્સનું માનવું હતું કે ટ્રેડિંગના કલાકો લંબાવવા માટે ટેકનોલોજી અને માનવ સંસાધનોમાં વધારાના રોકાણની જર પડશે અને તે નફાકારક નહીં હોય. એનએસઈ એ વધારે કલાકોમાં માત્ર ઇન્ડેકસ ડેરિવેટિવ્ઝમાં જ ટ્રેડિંગને મંજૂરી આપવાનો હેતુ છે. ઓફર દરમિયાન, એકસચેન્જે કહ્યું હતું કે સ્થાનિક બજાર બપોરે ૩:૩૦ વાગ્યે બધં થાય છે યારે યુરોપિયન માર્કેટમાં આ સમય દરમિયાન ટ્રેડિંગ ટોચ પર હોય છે. અમેરિકન બજાર ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે ખુલે છે. ભારતમાં ગીટ નિટી, નિટી ડેરિવેટિવ કોન્ટ્રાકટનું ટ્રેડિંગ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર પર ૨૦ કલાકથી વધુ સમય માટે થાય છે. જોકે, સ્થાનિક રોકાણકારો આ કોન્ટ્રાકટમાં વેપાર
કરી શકતા નથી.
કેટલાક ઉધોગના સહભાગીઓએ શેરોના ભાવ નિર્ધારણ સંકેતો વિના ઈન્ડેકસ ટ્રેડિંગને મંજૂરી આપવા અંગે ચિંતા વ્યકત કરી હતી. માર્કેટ રેગ્યુલેટરે પહેલેથી જ સ્પષ્ટ્રતા કરી હતી કે ટ્રેડિંગના કલાકો વધારવા માટે એકસચેન્જો, બ્રોકર્સ અને રોકાણકારોની સર્વસંમતિ હોવી જોઈએ. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે પણ ટ્રેડિંગના કલાકો લંબાવતા પહેલા સિસ્ટમની ક્ષમતા વધારવા અને અન્ય જરી તૈયારીઓ કરવા પર ભાર મૂકયો હતો.ઉધોગના સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેડિંગના સમયને વિસ્તૃત કરવાની મંજૂરી આપવાથી ડેરિવેટિવ્ઝ માર્કેટને અટકળોના હબ તરીકે જોવામાં આવે છે તેની ટીકા
થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech