SC/STના પછાતોને અનામતમાં અલગ કવોટા આપી શકાય: સુપ્રીમ

  • August 01, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમકોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે એસસી અને એસટીમાં સબ કેટેગરી બનાવવામાં આવી શકે છે. સાત સભ્યોની બંધારણીય બેન્ચે ૬૧ થી આ ચુકાદો સંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડ સહિત સાત જજોની બેન્ચે બહત્પમતીથી આ નિર્ણય આપ્યો છે. જોકે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદાથી સહમત થયા ન હતા.
પંજાબમાં, વાલ્મિકી અને ધાર્મિક શીખ જાતિઓને અનુસૂચિત જાતિ અનામતનો અડધો હિસ્સો આપવાનો કાયદો ૨૦૧૦ માં હાઇકોર્ટ દ્રારા રદ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આજે આ અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે એસસી એસટી શ્રેણીમાં ઘણી બધી જાતિઓ છે જે ખૂબ જ પછાત છે. આ જાતિઓના સશકિતકરણની સખત જર છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૭૫માં પંજાબ સરકારે અનામત સીટોને બે કેટેગરીમાં વિભાજિત કરીને એસસી માટે અનામતની નીતિ રજૂ કરી હતી. એક વાલ્મિકી અને મજહબી શીખો માટે અને બીજી બાકી અનુસૂચિત જાતિ માટે. ૩૦ વર્ષ સુધી આ નિયમ લાગુ રહ્યો. તેના પછી ૨૦૦૬માં આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યો અને ઈવી ચિન્નૈયા વિદ્ધ આંધ્રપ્રદેશ રાય મામલે સુપ્રીમકોર્ટના ૨૦૦૪ના ચુકાદાનો હવાલો આપ્યો હતો. પંજાબ સરકારને ઝટકો લાગ્યો અને આ નીતિને રદ કરી દેવામાં આવી.


જ્ઞાતિઓના પછાત હોવાના પુરાવા આપવા પડશે: સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જે જાતિને અનામતમાં અલગથી હિસ્સો આપવામાં આવી રહ્યો છે તેના પછાત હોવાના પુરાવા હોવા જોઈએ. આનું કારણ શિક્ષણ અને રોજગારમાં તેનું ઓછું પ્રતિનિધિત્વ હોઈ શકે છે. આને માત્ર એક ચોક્કસ જ્ઞાતિની વધુ સંખ્યામાં હાજરી પર આધાર રાખવો ખોટું હશે. કોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિ શ્રેણી સમાન નથી. કેટલીક જાતિઓ વધુ પછાત છે. તેમને તક આપવી યોગ્ય છે. અમે ઈન્દિરા સાહનીના નિર્ણયમાં ઓબીસીના પેટા વર્ગીકરણને મંજૂરી આપી હતી. આ સિસ્ટમ અનુસૂચિત જાતિ માટે પણ લાગુ થઈ શકે છે.


કેટલીક જાતિઓ અન્ય કરતા વધુ ભેદભાવ સહન કરે છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક અનુસૂચિત જાતિઓ સદીઓથી અન્ય અનુસૂચિત જાતિઓ કરતાં વધુ ભેદભાવ સહન કરી રહી છે. જો કે, અમે ફરીથી સ્પષ્ટ્રતા કરીએ છીએ કે જો કોઈપણ રાજય આરક્ષણનું વર્ગીકરણ કરવા માંગે છે, તો તેણે પહેલા ડેટા એકત્રિત કરવો પડશે. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે ટ્રેનના ડબ્બાની બહાર ઊભેલા લોકો અંદર જવા માટે સંઘર્ષ કરે છે. પણ જેઓ અંદર જાય છે, તેઓ બીજાને અંદર આવતા રોકવા માગે છે. જેમને સરકારી નોકરી મળી છે અને જેઓ હજુ ગામમાં મજૂરી કરી રહ્યા છે તેમની સ્થિતિ અલગ છે.


૨૦૦૪નો ચુકાદો પલટાયો
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ૨૦૦૪ માં આપવામાં આવેલા ૫ જજોનો ચુકાદો પલટાઈ ગયો છે. ૨૦૦૪ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસટી અને એસટીમાં સબ કેટેગરી ન બનાવી શકાય. વર્તમાન બેન્ચે ૨૦૦૪માં આપેલા એ ચુકાદાની અવગણના કરી દીધી છે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસીએસટી જનજાતિઓમાં સબ કેટેગરી ન બનાવી શકાય. ૨૦૦૪ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાયો પાસે અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સબ કેટેગરી કરવાનો અધિકાર નથી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application