ક્રિમિયામાં રશિયન લશ્કરી વિમાન ક્રેશ થઈ જતા તેમાં સવાર તમામ ૨૯ મુસાફરના મોત નીપયા છે.એર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક ગુમાવ્યા પછી એએન–૨૬ વિમાન કાળા સમુદ્રના દ્રીપકલ્પ પર ક્રેશ થયું હતું.સંરક્ષણ મંત્રાલયે પુષ્ટ્રિ આપી હતી કે ૨૩ મુસાફરો અને છ ક્રૂ સભ્યો માર્યા ગયા હતા. ઘટના એટલી ભયાવહ હતી કે કોઈના બચવાના અહેવાલ નથી.પ્રારંભિક મૂલ્યાંકન અનુસાર ટેકનિકલ સમસ્યાઓ અકસ્માતનું કારણ હોઈ શકે છે. આ ઘટના રશિયન લશ્કરી પરિવહન કામગીરીની સલામતી અંગે નવી ચિંતાઓ ઉભી કરે છે અને આ પ્રદેશમાં તણાવ વધી રહ્યો છે તેવા સમયે આ ઘટના સામે આવી છે. રશિયાએ ૨૦૧૪માં ક્રિમીઆ પર કબજો કર્યેા હતો, જે પ્રદેશ યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો વિષય રહ્યો છે.રશિયાનું એએન–૨૬ એરક્રાટ એક ટીન–એન્જિન ટર્બેાપ્રોપ લશ્કરી પરિવહન વિમાન છે. ૧૯૬૯ માં સોવિયેત યુનિયનમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને ૧૯૭૨ માં સેવામાં દાખલ થયું હતું, તે એએન–૨૪ નું સુધારેલું સંસ્કરણ છે, જેમાં પાછળના લોડિંગ રેમ્પનો ઉમેરો થયો છે.