BREAKING NEWS

ઈરાન-અમેરિકા યુદ્ધમાં રશિયાને લોટરી: દરરોજ કરી રહ્યું છે આટલા અબજની કમાણી, તેલના ભાવો આસમાને પહોંચતા રશિયન તિજોરી છલકાઈ

  • March 26, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 27 દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વ, યુરોપ અને દક્ષિણ એશિયાની હાલત કફોડી કરી દીધી છે. બીજી તરફ આ યુદ્ધ વચ્ચે રશિયા માલામાલ થઈ રહ્યું છે. અમેરિકી પ્રતિબંધો હટ્યા બાદ રશિયા વિશ્વ બજારમાં મોટા પાયે તેલ વેચી રહ્યું છે. આંકડાઓ મુજબ રશિયા દરરોજ અંદાજે ₹71 અબજ ($760 મિલિયન) ની કમાણી માત્ર તેલ વેચીને કરી રહ્યું છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં તેની સૌથી વધુ કમાણી છે.


હોર્મુઝની ખાડી બંધ થવી 
યુદ્ધને કારણે આ વ્યૂહાત્મક માર્ગ લગભગ બંધ જેવો છે, જેના કારણે ખાડી દેશોમાંથી તેલનો પુરવઠો ખોરવાયો છે. દુનિયા પાસે હવે રશિયા સિવાય અન્ય કોઈ મોટો વિકલ્પ બચ્યો નથી, જેના કારણે અમેરિકાએ પણ અન્ય દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે.


ડિસ્કાઉન્ટ ખતમ, પ્રીમિયમ ચાલુ

યુક્રેન યુદ્ધ સમયે રશિયા ડિસ્કાઉન્ટ ભાવે તેલ વેચતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. 'કીવ ઇન્સ્ટિટ્યૂટ' ના અહેવાલ મુજબ, રશિયન તેલ હવે 100 ડોલર પ્રતિ બેરલના ભાવે વેચાઈ રહ્યું છે, જેના કારણે રશિયાની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે.


ભારત અને ચીનની વધતી માંગ 
ભારત અને ચીન જેવા મોટા ગ્રાહકોએ રશિયા પાસેથી તેલની આયાત વધારી દીધી છે. ફેબ્રુઆરી 2026 ની સરખામણીએ માર્ચ 2026 માં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં 72 ટકા નો મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે.


યુદ્ધમાં ઈરાનને રશિયાની ગુપ્ત મદદ?

'ફાઇનાન્શિયલ ટાઇમ્સ' ના અહેવાલ મુજબ રશિયા માત્ર કમાણી જ નથી કરી રહ્યું પણ ઈરાનને પડદા પાછળ મદદ પણ કરી રહ્યું છે. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે રશિયા પોતાના સેટેલાઇટ દ્વારા મેળવેલી ઈઝરાયેલ અને અમેરિકી સૈન્ય ઠેકાણાઓની માહિતી ઈરાનને પૂરી પાડે છે. આ જ માહિતીના આધારે ઈરાન સચોટ મિસાઈલ હુમલા કરી રહ્યું છે. જોકે, રશિયાએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે તેમણે ઈરાનને માત્ર દવાઓ અને ખાદ્ય સામગ્રી જેવી માનવતાવાદી મદદ જ મોકલી છે.


માર્ચ મહિનાનો લક્ષ્યાંક
'ધ ટેલિગ્રાફ' બ્રિટનના મતે, ઈરાન યુદ્ધના કારણે રશિયા માત્ર માર્ચ મહિનામાં જ 24 અબજ ડોલર ના તેલનું વેચાણ કરશે. આ કમાણી રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં તેના સૈન્ય ખર્ચને પહોંચી વળવા માટે મોટું પીઠબળ પૂરું પાડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News