ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્ર્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવાના છે. જોકે જતા પહેલા જો બાઇડનની સરકારે આખરે રશિયાથી ગેસ અને તેલની આયાત પર પ્રતિબધં મૂકી દીધો છે. આનાથી રશિયાના અર્થતત્રં પર ભારે અસર પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અમેરિકા દ્રારા રશિયા પર અત્યારસુધીનો સૌથી કડક પ્રતિબધં છે. આ અંગે જો બાઇડનના વહીવટી તંત્રે કહ્યું કે, આવનારી ટ્રમ્પ સરકાર અને યુક્રેન વચ્ચેના શાંતિ કરારને એક પગલું આગળ લઈ જવાનો પ્રયાસ છે.બાઇડન વહીવટી તંત્રનું કહેવું છે કે, અમેરિકા યુક્રેન પર રશિયાના હત્પમલાની વિદ્ધ છે. આ પ્રતિબધં દ્રારા અમેરિકા તેલ ઉધોગમાં રશિયાની આવક ઘટાડવા માંગે છે. રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર યુદ્ધ શ કયુ હતું, જેમાં હજારો લોકો માર્યા ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. શહેરો ખંઢેર બની ગયા છે.બાઇડનના વહીવટી તંત્રના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રતિબંધોની સૌથી મોટી અસર રશિયાના ઉર્જા ક્ષેત્ર પર પડશે, જે ક્રેમલિનના ચાલી રહેલા યુદ્ધ માટે આવકનો સૌથી મોટો ક્રોત છે. આ સાથે, યુએસ ટ્રેઝરીએ રશિયન કંપનીઓ ગેઝપ્રોમ નેટ અને સુરગુટનેટેગાસ પર પ્રતિબંધો લાધા છે. જે તેલનું સંશોધન, ઉત્પાદન અને વેચાણ કરે છે.રશિયાથી તેલ નિકાસ કરતા ૧૮૩ રશિયન જહાજો પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આમાં ઘણા શેડો લીટ ટેન્કરનો પણ સમાવેશ થાય છે. જેના દ્રારા પેટ્રોલનો વેપાર થાય છે. આમાંના ઘણા ટેન્કરોનો ઉપયોગ ભારત અને ચીનમાં તેલ મોકલવા માટે પણ થતો હતો.બાઇડન વહીવટી તંત્રના અધિકારીઓ કહે છે કે, આ પ્રતિબંધથી રશિયાને દર મહિને અબજો ડોલરનું નુકસાન થશે. હવે જોવાનું એ રહે છે કે રશિયા પર લાદવામાં આવેલા આ પ્રતિબંધની ભારત પર કેટલી અસર પડશે, જે રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech