રશિયાનું સૌથી શક્તિશાળી ફાઇટર એરક્રાફ્ટ સુખોઈ એસયુ-57 ભારત પહોંચી ગયું છે. આ પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી ફાઇટર એરક્રાફ્ટમાં થાય છે. આ ફાઇટર પ્લેન ફક્ત દુશ્મનના રડારને જ ટાળી શકતું નથી, પરંતુ હવાઈ લડાઇમાં તેના હરીફોને પણ હરાવી શકે છે. હવે આ ફાઇટર એરક્રાફ્ટ બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત એરો ઇન્ડિયામાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે.
એસયુ -57 ની સ્ટીલ્થ સિસ્ટમ ગતિ ઘટાડ્યા વિના અને દાવપેચ સાથે સમાધાન કયર્િ વિના કાર્ય કરે છે. રશિયન ફાઇટર જેટ એક બહુ-ભૂમિકા ધરાવતું ફાઇટર જેટ છે. તે અનેક પ્રકારના ઓપરેશન કરી શકે છે. આ એસયુ -57 ફાઇટર જેટ, જે હવાઈ શ્રેષ્ઠતાથી લઈને સ્ટ્રાઇક મિશન સુધી બધું જ કરવા સક્ષમ છે, તેની લડાઇ રેન્જ 1250 કિલોમીટર છે. તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એસયુ -57 સુપરસોનિક છે. તેની સુપરસોનિક રેન્જ 1500 કિમી છે. આ ફાઇટર જેટની લંબાઈ 65.11 ફૂટ, પાંખોનો ફેલાવો 46.3 ફૂટ અને ઊંચાઈ 15.1 ફૂટ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વાયુસેના કેટલી મજબૂત અને આત્મનિર્ભર બની છે તેની ઝલક રિહર્સલમાં જોવા મળી. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનું ચિત્ર દશર્વિતા, એચએએલએ તેના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર એએલએચ, લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર એલયુએચને જોડીને એક આત્મનિર્ભર રચના બનાવી છે, જેની એક ઝલક ફુલ ડ્રેસ રિહર્સલમાં પણ જોવા મળી હતી. રિહર્સલ દરમિયાન, આપણા પોતાના હળવા લડાયક વિમાન એલસીએ તેજસે તેના અદ્ભુત હવાઈ સ્ટન્ટ્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જ્યારે સુખોઈ 30 એ પણ બેંગલુરુના આકાશમાં પોતાનું કૌશલ્ય દશર્વ્યિું હતું. લોકો આધુનિક હળવા લડાયક વિમાન રાફેલના આકાશમાં ગર્જનાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech