ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાતોરાત બદલી નાખ્યા પછી વિજયભાઈ પાણી લાંબો સમય સુધી પોલિટિકલ રીતે અને તેમાં પણ ખાસ કરીને ભાજપના આંતરિક રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. રાજકીય રીતે વિપરીત વાતાવરણમાં મૌનને હથિયાર બનાવીને બેસી ગયેલા વિજયભાઈ પાણીનો ફરી દબદબો આવ્યો હોવાનું રાજકીય નિરીક્ષકો જણાવી રહ્યા છે.
મુખ્યમંત્રી તરીકે દૂર કરાયા પછી વિજયભાઈને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતના રાજકારણથી તે અત્યાર સુધી અલિ ભાવે દૂર રહ્યા હતા. થોડાક સમય પહેલા રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજવામાં આવી હતી અને તેના આમંત્રણ કાર્ડમાં મુખ્ય અતિથિ તરીકે વિજયભાઈ પાણીનું નામ છપાયું ત્યારથી જ હવે સમય બદલાઈ રહ્યો છે તેવો નિર્દેશ રાજકારણીઓને તો મળી જ ગયો હતો પરંતુ વડાપ્રધાન યારે રાજકોટ આવ્યા ત્યારે વિજયભાઈ પાણીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. નાનામાં નાના કાર્યકરથી માંડી આગેવાનો સાથે વડાપ્રધાને વન ટુ વન વાતચીત કરી હતી અને આમ કરીને તેમણે સંગઠન માળખાની મશીનરીને ગીયરઅપ કરવાનું કામ કયુ હતું.
વડાપ્રધાનની રાજકોટની મુલાકાતના બીજા જ દિવસથી લોકસભાની ચૂંટણી માટેના ભાજપના ઉમેદવારો માટેની સેન્સની પ્રક્રિયા આખા રાયમાં શ થઈ ગઈ હતી અને ત્યાર પછીના દિવસથી જ મુખ્યમંત્રીના બંગલે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં વિજયભાઈ પાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેની સક્રિયતા વધુ જોવા મળી હતી. રાજકોટનો વારો આવ્યો ત્યારે વર્તમાન સંસદ સભ્ય 'મોહનભાઈ કુંડરીયા સામે તમને શું વાંધો છે? તેવા સવાલો તેમણે પાર્લામેન્ટ્રી બોર્ડમાં ઉઠાવ્યા હોવાનું મીડિયામાં પણ પ્રસિદ્ધ થઈ ચૂકયું છે અને પાણી વધુ સક્રિય બન્યા હોવાનું વધુ એક દાખલો મળી ગયો હતો.
સ્થાનિક કક્ષાએ ઉમેદવારોની પેનલ નક્કી કર્યા પછી તે રાષ્ટ્ર્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રજૂ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચાર્ટર પ્લેનમાં વિજયભાઈ પાણી પણ ગયા હતા. આ પ્લેનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ હાજર હતા. કેન્દ્રીય પાર્લામેન્ટની બોર્ડની બેઠકમાં પણ આ ત્રણેયની હાજરી રાજકીય નિરીક્ષકો માટે ઘણી સુચક બની રહી છે.
વિજયભાઈ પાણીના પોલિટિકલ ઇન્ડેકસમાં એકાએક આવેલા ઉછાળા પછી સોશિયલ મીડિયામાં એવી વાતો પણ શ થઈ ગઈ છે કે લોકસભાની રાજકોટની બેઠક પરથી વિજયભાઈ પાણી ચૂંટણી લડશે. જો કે રાજકીય નિરીક્ષકો આ વાત નકારી રહ્યા છે અને જણાવે છે કે કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી? તે નક્કી કરવા માટે બેઠેલી વ્યકિતને ટિકિટ મળે તેવી શકયતા ઓછી છે. પાટીલ આમાં અપવાદ છે. પરંતુ વિજયભાઈ પાણી અત્યારે કિંગ બનવા કરતાં કિંગ મેકરની ભૂમિકામાં વધુ હોય તેવું જણાય છે. બીજું જ્ઞાતિના સમીકરણ કે તેવી કોઈ બાબતમાં રાજકોટની બેઠક માટે વિજયભાઈ પાણી ફીટ બેસતા નથી.
વિજયભાઈ પાણીના એકાએક વધી ગયેલા રાજકીય મહત્વ બાબતે નિરીક્ષકો એવું જણાવે છે કે લોકસભાની આગામી ચૂંટણી ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ લડવાના છે. પ્રદેશ ઉપપ્રમુખ ડોકટર ભરતભાઈ બોઘરાને રાજકોટ અને પોરબંદરમાંથી કોઈ એક બેઠક માટે ચૂંટણી લડાવે તેવી શકયતા છે. જો સંગઠન માળખાના ટોચના બંને આગેવાનો ચૂંટણીમાં વ્યસ્ત હોય તો સંગઠન માળખાને માર્ગદર્શન આપવા માટે પાણીને આગળ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખનો કે તેવો કોઈ હોદ્દો આપવામાં આવે કે ન આવે.,પરંતુ ભૂતકાળમાં સંગઠન માળખામાં રહીને સારી કામગીરી કરનાર વિજયભાઈ પાણીને તેમના સંગઠન માળખાના અને સરકારના કામગીરીના અનુભવ ધ્યાનમાં રાખીને આગળ કરવામાં આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech