અનુપમા છોડી દેશે રૂપાલી ગાંગુલી ! જાણો અભિનેત્રીને મળી શું નવી ઓફર

  • March 03, 2021 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં સિરિયલ અનુપમા ચેનલ સ્ટાર પ્લસ ઉપર સૌથી લોકપ્રિય શો બની ગયો છે. સિરિયલમાં અનુપમાનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી રુપાલી ગાંગુલી ઘર ઘરમાં અનુપમાંના નામથી જાણીતી બની છે. પોતાના અભિનયથી લોકોના દિલ જીતી ચુકેલી રૂપાલી હવે તેની ડાન્સની આવડતને લોકો સામે રજૂ કરવાની છે. મળતી ખરબ અનુસાર રૂપાલીને નચ બલિયે  10ના મેકર્સ દ્વારા શોની ઓફર કરવામાં આવી છે.

 

મળતી ખબર અનુસાર રૂપાલી તેના પતિ અશ્વિન વર્મા સાથે નચ બલિયે 10માં નજર આવી શકે છે. જોકે રૂપાલી તરફથી આ ઓફર અંગે કોઇ જવાબ હજુ સુધી આપવામાં આવ્યો નથી. ત્યારે સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રૂપાલી અને અશ્વિનને ડાંસ કરતા જોવાના વધુ ચાન્સ છે. રીલ લાઈફમાં પત્નીનું ઉમદા પાત્ર નિભાવનારી રૂપાલી ડાન્સ રિયાલીટી શોમાં રીયલ લાઈફ પાર્ટનર અશ્વિન સાથે કમાલ કરતી જોવા મળી શકે છે.

 

ઉલ્લેખનીય છે કે નચ બલિયે 10 માટે શો મેકર્સે ન્યુલીવેડ કપલ ગોહર ખાન- જૈદ દરબાર અને આદિત્ય નારાયણ- શ્વેતા અગ્રવાલને શોમાં એપ્રોચ કર્યા છે. હાલમાં આ કપલ દ્વારા કોઈ જવાબ નહી આપ્યાનું જાણવા મળેલ છે. શોમાં જજની પેનલમાં બિપાશા બાસુ, ડેવિડ ધવન, વૈભવી મર્ચંટ હોવાની ચર્ચા થઈ રહી છે પરંતુ આ અંગે હ્જુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application