રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ખંભાળિયા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
***
જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભૂપેશ જોટાણીયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
***
માહિતી બ્યુરો - દેવભૂમિ દ્વારકા
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભૂપેશ જોટાણીયા સહિતનાએ પ્રાંત કચેરી, ખંભાળિયા ખાતે આયોજિત રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર શ્રી વિક્રમ વરુ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.વી. શેરઠિયા, ગ્રીન ખંભાળિયાના પ્રતિનિધિ પરબતભાઇ ગઢવી તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ જોડાયા હતા.
રન ફોર યુનિટીમાં પોલીસના જવાનો, હોમગાર્ડ, શિક્ષકો, સફાઈ કર્મીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, તેમજ શહેરીજનો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંગળવારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬,૬૦૦ મેગાવોટની વીજ માગ: ગરમીના કારણે ડિમાન્ડ વધી
April 30, 2025 12:57 PMવન મંત્રીના હસ્તે જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech