કામણગારી ડાન્સર સાથે શાહરુખ પુત્રના ફોટા થયા વાયરલ
નોરાની કરણ જોહરના મિત્ર વર્તુળ સાથે દોસ્તીમાં થયો વધારો
કહેવાય છે કે 'ઇશ્ક ઔર મુશ્ક છિપાયે નહીં છિપતે... તેમ અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે ન્યૂ યર પાર્ટીમાં થયેલી KISS સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને બોલીવુડ અભિનેત્રી-ડાન્સર નોરા ફતેહી વચ્ચે ડેટિંગના સમાચાર આવી રહ્યા છે. બંને આ વખતે નવા વર્ષ પર દુબઈમાં હતા.
ન્યૂ યરની પાર્ટીમાંથી એક અન્ય કપલ સાથે હોવાના સમાચારે બધાને આશ્ચચકિત કરી દીધા છે. આ સમાચાર છે. વાસ્તવમાં એક Reddit યુઝરે બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા અને આર્યન અલગ-અલગ તસવીરોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેમની એક ફેન છે જે બંને સાથે જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું, તાજેતરમાં સાંભળ્યું કે નોરા અચાનક કરણ જોહર અને તેના મિત્રોની ખૂબ નજીક આવી ગઈ છે. હવે તે દુબઈમાં ન્યૂ યર પાર્ટીમાં આર્યન ખાન સાથે ડિનર કરતી જોવા મળી હતી.
અવારનવાર આવા સમાચારો પર જ્યાં યૂઝર્સ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવે છે તો બીજી તરફ આ પોસ્ટ પર ઘણા યુઝર્સ ઓરિજિનલ પોસ્ટ કરનાર વ્યક્તિને પોતાની વિચારસરણીને બદલવાની સલાહ આપી રહ્યા છે. એક બાજુ આ પોસ્ટ જોઇ ઘણા લોકો ખુબ ખુશ થયા છે તો બીજી તરફ ઘણા લોકોએ કહ્યું કે માત્ર આ તસવીરોના આધારે આવું કહેવું વાહિયાત છે. હવે આમાં કેટલું સત્ય છે તે ખબર નથી, પરંતુ આર્યન અને નોરા ફરી ચર્ચામાં આવી ગયા છે.આર્યન ખાનની વાત કરીએ તો તે ટુંકમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જોકે, કેમેરા પર આવવાને બદલે આર્યન કેમેરાની પાછળ પોતાના નવા પ્રોજેક્ટ માટે રાઈટિંગ કરતો અને દિગ્દર્શિત કરતો જોવા મળશે.આર્યનની આ ફિલ્મ શાહરૂખ અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ બની રહી છે. એવા અહેવાલો છે કે આર્યનની આ દિગ્દર્શિત ડેબ્યૂ વેબ સિરીઝ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech