- એવોર્ડ ફન્ક્શનનો હુમાનો પોઝ વાયરલ થતાં યુઝર્સે કર્યા અનેક સવાલ
- પ્લસ સાઇઝ એક્ટ્રેસિસમાં હૂમા બોડી શેમિંગનો શિકાર બનતી રહે છે
બોલીવૂડની પ્લસ સાઇઝ હીરોઇનોમાં હૂમા કૂરૈશી સૌંદર્યની બાબતમાં આગળ છે. તે ફિલ્મોમાં ભલે ઓછી દેખાતી હોય પણ ઓટીટી પ્લેટફોર્મ પર તેનું રાજ છે. હુમાની એક્ટિંગ સ્કીલના વખાણ કરવામાં આવે છે. OTT પર અલગ-અલગ પાત્રો ભજવતી જોવા મળેલી હુમા કુરૈશી બોલિવૂડમાં ઘણી વખત બોડી શેમિંગનો શિકાર બની છે. તેથી વારંવાર તે આ મુદ્દો ઉઠાવતી રહે છે.
હાલમાં હુમાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હુમા કુરેશીનું નાનું પેટ દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં જ ફેન્સે સવાલો પૂછવા માંડ્યા. ઘણા યુઝર્સે હુમા કુરૈશીના લગ્ન વગર પ્રેગ્નેન્ટ હોવા અંગે પણ કહ્યું છે.
વાસ્તવમાં હુમા કુરૈશી એક એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા પહોંચી હતી. જાંબલી ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હુમાએ પણ પાપારાઝીની સામે જોરદાર પોઝ આપ્યા હતા. હુમાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે.
હવે ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ હુમા કુરૈશીને પૂછ્યું કે શું તમે પ્રેગ્નેન્ટ છો? તો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોની કોમેન્ટમાં કહ્યું કે હુમા લગ્ન વિના પ્રેગ્નેન્ટ છે.
હુમા કુરૈશી બોલીવુડની એવી અભિનેત્રી છે જે, સ્લિમ અને ઝીરો ફિગર ફિટને મહત્વ નથી આપતી. પોતાની અભિનય કુશળતાના આધારે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરનાર હુમા હવે OTTની રાણી બની ગઈ છે. હુમાની એકથી એક શાનદાર ફિલ્મો અને વેબસિરીઝ OTT પર રિલીઝ થઈ છે. આ સાથે હુમા કુરેશી બોલિવૂડની શાનદાર ફિલ્મોમાં પણ જોવા મળી છે. તાજેતરમાં હુમા કુરેશીએ બોડી શેમિંગના વિષય પર બનેલી ફિલ્મ ડબલ એક્સએલમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં હુમા સાથે સોનાક્ષી સિંહા પણ હતી.
હવે તે ઘર ઘરની ગૃહિણીઓની માનીતી સેફ તરલા દલાલની આજ નામની બાયોપિકમાં જોવા મળવાની છે. જેના માટે ફિલ્મના સર્જકોનું કહેવું કે તેમને હુમાને તરલા દલાલના રુપમાં ઢાળવામાં મહેનત કરવી પડી નહીંય જાણે તે પોતે જ તરલા દલાલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech