નિયમમાં બદલાવ: દરેક ટીમના માત્ર ૧૭ ખેલાડીઓ જ સ્ટેડિયમમાં જશે

  • October 28, 2020 02:21 AM 2169 views

આઈપીએલ ૨૦૨૦ શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે. પહેલીવાર આઈપીએલના ઈતિહાસમાં આવું થશે કે ટીમના તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમમાં નહીં જાય, પરંતુ માત્ર સિલેક્ટેડ ખેલાડીઓને જ ટીમ સાથે સ્ટેડિયમ સુધી જવાની મંજૂરી હશે. કોરોના વાયરસની મહામારીને જોતા બીસીસીઆઈ અને આઈપીએલ કમેટીને તમામ નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય.


નવી જાણકારી મુજબ, આઈપીએલ ટીમ જ્યારે યુએઈમાં મેચો રમવા માટે હોટલથી સ્ટેડિયમ જશે તો તેમની સાથે તેટલા લોકો જ જઈ શકશે જેઓ હોટલના બાયો-બબલમાં સામેલ હશે. આ લોકોમાં બે વેઈટર્સ પણ હશે. દરેક ટીમ બે બસોમાં ટ્રાવેલ કરશે. ભારતમાં ટીમ એક જ બસમાં ટ્રાવેલ કરતી હતી, પરંતુ કોરોનાના કારણે તેમાં ફેરફાર કરવો પડ્યો છે. મેચમાં જે અધિકારીઓ સામેલ હશે તેમને પણ બાયો-બબલમાં રહેવાનું રહેશે. જણાવી દઈએ કે પ્રત્યેક ટીમમાં ૨૨થી ૨૫ ખેલાડીઓનું દળ છે.


યુએઈથી કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે, મેચના દિવસે જ્યારે ટીમ હોટલથી સ્ટેડિયમ જશે તો બે બસોમાં માત્ર ૧૭ ખેલાડીઓ અને ૧૨ સપોર્ટ/કોચિંગ સ્ટાફના સદસ્યો હશે. આ ઉપરાંત બે વેઈટર્સ અને બે લોજિસ્ટિક સાથે જોડાયેલા લોકો હશે. જે લોકો ટીમ હોટલમાં બાયો-બબલનો ભાગ હશે તે લોકો જ ટીમની સાથે બસમાં ટ્રાવેલ કરી શકશે. તમે અહીં બસની માત્ર ૫૦ ટકા કેપેસિટીનો જ ઉપયોગ કરી શકો છો.


સૂત્ર વધુમાં કહે છે, ’અબુ ધાબી, શાહજાહમાં આઈપીએલ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પછી તે ભારતીય હોય કે અન્ય દેશનો, તમામનો દરેક છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાશે. આ લોકોમાં સ્ટેડિયમ સ્ટાફ, પિચ/ગ્રાઉન્ડ સ્ટાફ અને ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા બાકી લોકો છે.’ ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ પોતાના પ્રોટોકોલમાં પહેલા જ આ વાતની પુષ્ટિ કરી દીધી હતી.જણાવી દઈએ કે યુએઈમાં ખાસ કરીને અબુ ધાબીમાં કોવિડ-૧૯ સાથે જોડાયેલા પ્રોટોકોલ્સ ખૂબ જ કડક છે અને આઈપીએલ ટીમોને પણ તેનું પાલન કરવું પડશે. આ પહેલા યુએઈ પહોંચ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના ૨ ખેલાડીઓ સહિત ૧૩ સદસ્યો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના ફિઝિયોથેરાપિસ્ટનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે આઈપીએલ ભારતમાં નહીં, પરંતુ યુએઈમાં આયોજિત કરાઈ રહી છે. આ મહામારીના કારણે સ્ટેડિયમમાં દર્શકોના આવવા પર પ્રતિબંધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application