BREAKING NEWS

ગોંડલના વેકરી ગામે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા.૬.૭૫ લાખની ચોરી

  • May 01, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલના વેકરી ગામે ખેડૂતના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી .૬.૭૬ લાખના દાગીનાની ચોરી કરી ગયા હતાં. પરિવાર લપ્રસંગમાં બે દિવસ માટે બહાર જતા બધં મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. ચોરીની આ ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે.
ગોંડલના વેકરી ગામે રહેતાં પ્રકાશભાઈ રમેશભાઇ લીલા (ઉ.વ.૩૯) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તેઓ માતા પિતા સાથે સંયુકત કુટુંબમાં રહે છે.
ગઇ તા. ૨૫૦૪ ના તેઓ ખડવંથલી ખાતે લમાં ગયેલ હોય જેથી પત્નિએ તેમનો સોનાનો હાર તથા બુટી તથા ડોકયુ પહેરેલ અને પિતાનો સોનાનો ચેઇન તથા ચાર સોનાની વીંટીઓ જે પિતાને પહેરવા માટે આપેલ હતી. બાદ બધા પરીવાર સાથે ખંડવંથલી ખાતે લમાં ગયેલ અને ત્યાંથી રાત્રીના નવેક વાગ્યે પિતા ઘરે આવતા રહેલ અને રાત્રીના સાડા બારેક વાગ્યાના વખતે તેઓ પણ ઘરે પરત આવેલ હતાં.
તેઓની પત્નિએ પહેરેલ ઘરેણા થેલામાં મુકી સુઇ ગયેલ. બીજા દિવસે તા.૨૬૦૪ ના સવારમાં દસેક વાગ્યાના વખતે પિતાએ તેમનો ચેઇન તથા ચાર વિંટી પત્નિને આપેલ હતી. બપોર બાદ ચારેક વાગ્યે રાજકોટ ખાતે લમાં જવાનું હોય જેથી તેઓ અને તેમના પત્ની, નાનો ભાઇ તથા તેમની પત્નિ અને માતા, બંને ભાઈઓના સંતાનો સહિત રાજકોટ ખાતે લમાં ગયેલ હતાં. તેમની પત્નિનો સોનાનો હાર, બુટી, સોનાનું ડોકીયુ, પિતાનો સોનાનો ચેઇન તથા ચાર વિંટી પત્નિએ એક પ્લાસ્ટીકની થેલીમાં ભરી ઘરમાં સેટીના ખાનામાં મુકેલ અને પિતા ઘરે જ હતા.
લમાંથી પરત આવતા રહેલ બાદ તા.૨૮ ના સવારના સમયે પત્નિએ ઘરેણા બેડમાંથી કબાટમાં મુકવા શેટી ખોલેલ તો પત્નિના તથા પિતાના સેટીમાં મુકેલ ઘરેણા હતા નહીં. જેથી તેમણે વાત કરેલ, બાદ આજુ બાજુમાં તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહીં. તેમજ લ પ્રસગં નિમિતે તેમના ઘરે આવેલ મહેમાનોની પણ પૂછતાછ કરતાં દાગીના મળી ન આવતાં .૬.૭૬ લાખના સોનાના દાગીના ચોરી અંગે ફરીયાદ નોંધાવી હતી. ચોરીના આ બનાવને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application