પડધરીના ડુંગરકા ગામે ધોળા દિવસે બે મકાનમાંથી રૂા.૧.૨૫ લાખની ચોરી
પડધરીના ડુંગરકા ગામે ધોળા દિવસે બે મકાનમાંથી રૂા.૧.૨૫ લાખની ચોરી
June 11, 2026 11:26 AM
પડધરી તાલુકાના ડુંગરકા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા હતા. અહીં અલગ અલગ બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી . ૧.૨૫ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. જે અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પડધરી તાલુકાના ડુંગરકા ગામે રહેતા આનંદભાઈ રણછોડભાઈ કમાણી (ઉ.વ.૨૮) દ્રારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૯ ના સવારના તે રાજકોટ હતો ત્યારે પિતાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા ઘરમાં ચોરી થઈ છે જેથી યુવાન તુરતં ડુંગરકા ગામે પહોંચ્યો હતો. અહીં ઘરે આવી જોતા ઓસરીના દરવાજાનો તેમજ રસોડાના દરવાજાનો લોક તૂટેલો હતો અને ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડો હતો. દરમિયાન યુવાનને તેના પિતા રણછોડભાઈ વાત કરી હતી કે, મેં કાલે કબાટમાં . ૧૦,૦૦૦ રાખ્યા હતા તે તેમજ બીજા છુટક પિયા ૫૦૦૦ જોવા મળ્યા નથી. જેથી તે કોઈ ચોરી કરી ગયાનુ માલુમ પડું હતું. દરમિયાન પાડોશમાં રહેતા જેન્તીભાઈ બાબુભાઈ ધીયાડ અહીં આવ્યા હતા અને તેમણે વાત કરી હતી કે, ગઈકાલે સવારે તે તથા તેમની પત્ની ઘરે તાળું મારી પડધરી દવાખાને ગયા હતા. ત્યારબાદ મોટા બેનના ઘરે મોટા રામપરા ખાતે ગયા હતા અને સાંજે ઘરે પરત ફર્યા ત્યારે બહારનો ડેલો અંદરથી બધં હોય જેથી તેમને જયેશભાઈને બોલાવી અંદર જવાનું કહ્યું હતું બાદમાં તેઓ અંદર જતા સામાન વેરવિખેર પડો હતો. ત્યારબાદ ઘરમાં તપાસ કરતા ખેતીના કામ માટે કબાટમાં રાખેલા રોકડ પિયા ૧.૧૦ લાખ ચોરી થઈ ગયાનું માલુમ પડું છે. આમ તસ્કરોએ બપોરના ૧૨ થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન બાજુમાં આવેલા બે મકાનમાં ત્રાટકી અહીંથી રોકડ પિયા ૧.૨૫ લાખની ચોરી કર્યા અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે