BREAKING NEWS

ટ્રાફિક ચલણની એપીકે ફાઈલ મોકલી વૃદ્ધના એકાઉન્ટમાંથી રૂ.૯.૯૩ લાખ ઉપાડી લીધા

  • May 01, 2026 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વધુ એક વ્યક્તિ સાથે ટ્રાફિક ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી સાયબર ફ્રોડ થયાનો બનાવ બન્યો છે. આત્મીય કોલેજ પાસે રહેતા વૃદ્ધને અજાણ્યા નંબર પરવી ટ્રાફિક ઈ ચલણની એપીકે ફાઈલ આવતા જે ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થઈ ગયો હતો. બાદમાં વૃદ્ધના એકાઉન્ટમાંથી રૂપિયા ૯.૯૩ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા જે અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે રામપાર્કમાં આયુધી-૧ માં રહેતા હરેશભાઈ ચંદ્રકાંતભાઈ વોરા (ઉ.વ.૬૧) નામના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવૃત્ત જીવન પસાર કરે છે. ગઈ તા.૨૪/૧/૨૦૨૬ ના ટ્રાફિક ચલણ માટેનો મેસેજ આવ્યો હતો જેવી તેમણે એમ પરિવહનની વેબસાઈટ પર જઈને રૂ. ૨,૦૦૦ નું ચલણ ભર્યું હતું. બાદમાં તા. ૨૫/૧/૨૦૨૬ ના અજાણ્યા વોટસએપ નંબર પરવી આરટીઓ ટ્રાફિક ચલણ ડોટ એપીકે વાળી એક એપીકે ફાઈલની લીંક આવી હતી ફરિયાદીને તે ઓફિસિયલ લીંક જણાતા તે લીંક વડે એપીકે ફાઈલ ડાઉનલોડ કરી હતી. બાદમાં તેમાં આપેલ ઈન્ટ્રક્શન મુજબ પ્રોસેસ કરી હતી અને અલગ અલગ પરમિશન એલાવ કરી હતી જેવી તુરંત મોબાઈલ હેક થઈ ગયો હતો. દરમિયાન ફરિયાદીના જોઈન્ટ બેંક એકાઉન્ટ કોટક મહિન્દ્રા બેન્કનું એકાઉન્ટ તેમના પત્ની માયાબેન હરેશભાઈ વોશનું જોઈન્ટ એકાઉન્ટ હોય તેમાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન મારફત કુલ રૂપિયા ૯.૯૩ લાખ ખાતામાંથી ઉપડી ગયા હતા.આમ અજાણ્યા શખસે આરટીઓ ટ્રાફિક ચલણ એપીકના ખોટા નામ વાળી એપીકે ફાઈલ મોકલી વૃદ્ધના મોબાઈલનું એકસેસ મેળવી તેમની મંજૂરી વગર તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૯.૯૩ લાખ ઉપાડી લઈ છેતરપિંડી કરી હોય જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પીઆઈ સી.વાય મહાલે એ વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application