ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના ૧૧ કામો માટે ૪૬૭.૫૦ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. નાગરિકોને વાહનવ્યવહાર માટે સરળ અને સલામત માર્ગો મળે તથા પરિવહન ઝડપી બનાવી શકાય તેવો હેતુ મુખ્યમંત્રીએ આ માર્ગો-પુલોના સ્ટ્રેન્ધનીંગ અને વાઈડનીંગમાં રાખ્યો છે.
તેમણે આ અગાઉ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા ૨૦ રસ્તાઓના કામો માટે ૨૪૫.૩૦ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. હવે વધુ ૧૧ માર્ગોને પહોળા કરવા ૪૬૭.૫૦ કરોડ રૂપિયા તેમણે માર્ગ-મકાન વિભાગને ફાળવ્યા છે. આના પરિણામે ૧૧ સ્થળોએ બોટલનેક પરિસ્થિતિનું નિવારણ આવશે તથા વધુ સુવિધાયુક્ત સલામત રસ્તા લોકોને મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોને જોડતા ૨૯ રસ્તાઓના મજબૂતીકરણ, વિસ્તૃતિકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા ૧૮૯.૯૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ઉપરાંત પાંચ રસ્તાની ૭.૪૫ કિ.મી લંબાઈમાં કાચાથી પાકા રસ્તા માટે અંદાજે રૂ. ૮.૮૦ કરોડ, ૮ માર્ગોની ૩૦.૬૮ કિ.મી. લંબાઈના મજબૂતીકરણ માટે રૂ. ૪૭.૩૦ કરોડ તેમજ ૧૬ માર્ગોની ૮૮.૫૦ કિ.મી. લંબાઈને જરૂરિયાત મુજબ વાઇડનિંગ કરવા આસરે ૧૩૩.૭૦ કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ દૂરોગામી નિર્ણયને પરિણામે ક્વોરી મટિરિયલ્સનું પરિવહન સરળ બનશે. તેમજ ગ્રામ્ય નાગરિકોને સલામત માર્ગ સુવિધા મળતી થશે. એટલું જ નહીં, ભવિષ્યમાં ઓદ્યોગિક અને ખાણ ખનીજ ક્ષેત્રને લગતા ભારે વાહન વ્યવહારને સારી સુવિધા મળતાં લોજિસ્ટિક્સ યાતાયાત ઝડપી અને સરળ બનતા આ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં મોટું બળ મળશે. ભૂપેન્દ્ર પટેલે અત્યારસુધીમાં આવા માર્ગોની જરૂરી સુધારણાના હેતુસર આ નાણાકીય વર્ષમાં ૭૩ કામો માટે ૧૬૪૬.૩૪ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીએ ભારત સાથે દગો કર્યો, પાકિસ્તાનને મોકલ્યા જથ્થાબંધ હથિયારો
April 28, 2025 04:51 PMમુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ કસ્ટડી લંબાવી, NIA કોર્ટનો હુકમ
April 28, 2025 04:46 PMશહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસની સતત તપાસ
April 28, 2025 04:40 PMભુંભલી ચોકડી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
April 28, 2025 04:39 PMભારતને મળશે શક્તિશાળી રાફેલ-M વિમાન, ફ્રાન્સ સાથે સોદો થયો, જાણો શું છે ખાસિયત
April 28, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech