પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલના મકાનમાંથી રોકડ રકમ અને ઘરેણા સહિત .૨.૯૯ લાખની મત્તા ચોરી થયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોન્સ્ટેબલના પુત્રએ નોંધાવેલી આ ફરિયાદમાં શકદાર તરીકે પોતાના ભાઇના મિત્રનું નામ આપ્યું છે. મિત્રએ જમવા માટેના પાસ આપ્યા બાદ યુવાન અને તેના માતા જમવા ગયા હોય તેનો ભાઇ બહાર હોય પિતા બહારગામ ગયા હતાં દરમિયાન બધં મકાનમાંથી મિત્રએ જ હાથ ફેરો કર્યેા હોવાની શંકા દર્શાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આ શંકાસ્પદ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ હેડ કવાર્ટરમાં માતિનગરમાં રહેતા કોન્સ્ટેબલના પુત્ર અભિજીતસિંહ શકિતસિંહ ચુડાસમા (ઉ.વ ૨૨) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં શકદાર તરીકે પોતાના ભાઇના મિત્ર રાજ મનીષભાઈ મેંદપરા (ઉ.વ ૩૧) નું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૯૧૨૦૨૫ ના યુવાન પોલીસ હેડ કવાર્ટરમાં હતો ત્યારે યુવાનને તેના ભાઇ હર્ષરાજસિંહનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારો મિત્ર રાજ મેંદપરાનો ફોન આવ્યો હતો અને તે તને જમવાના પાસ આપવા માટે આવે છે. બાદમાં આ રાજનો ફોન અભિજીતસિંહને આવ્યો હતો અને પૂછયું હતું કે, તું કયાં છો જેથી યુવાને કહ્યું હતું કે હત્પં ગ્રાઉન્ડમાં રનીંગ કં છું. ત્યારબાદ અહીં હેડ કવાર્ટરમાં રાજ આવ્યો હતો અને યુવાનને ભાભા હોટલના બે પાસ આપ્યા હતા. ત્યારબાદ યુવાન તેના મિત્ર ધ્રુવરાજ અને રાજ સાથે અહીં માતિનગરમાં પાણીપુરી ખાવા માટે ગયા હતા. ત્યારબાદ યુવાને ઘરે જઇ તેમના માતા ભાવનાબાને હોટલમાં જમવા બાબતેની વાત કરી હતી. યુવાનના પિતા ગામડે ગયા હોય અને તેનો ભાઇ બહાર હતો.બાદમાં યુવાન અને તેના માતા જમવા માટે ભાભા હોટલમાં ગયા હતા.
રાત્રિના નવ વાગ્યા આસપાસ યુવાનને રાજનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જમવા માટે નીકળી ગયા છો? જેથી યુવાને હા કહી હતી ત્યારબાદ પણ તેણે બે વખત ફોન કર્યા હતા. રાત્રિના દસેક વાગે યુવાન તથા તેના માતા ઘરે આવ્યા હતા.અને રાત્રીના સાડા અગિયાર વાગ્યા આસપાસ તેનો ભાઇ ઘરે આવ્યો હતો. આ ઘટનાક્રમના ત્રીજા દિવસે તારીખ ૨૧૧૨૦૨૫ ના લમાં જવાનું હોય જેથી કબાટમાં રાખેલ વીંટી કાઢવા જતા વીંટી જોવા મળી ન હતી. ત્યારબાદ તપાસ કરતા કબાટમાં સોનાના દાગીના તથા રોકડ પિયા પણ જોવા મળ્યા ન હતા. બાદમાં માલુમ પડું હતું કે, બંને કબાટમાંથી ચાર તોલાનો હાર કિં. . ૪૨ હજાર, અઢી તોલાનું મંગળસૂત્ર કિં. . ૧૭,૦૦૦, ૬ વીંટી કિં. . ૪૦,૦૦૦ તથા રોકડ પિયા બે લાખ સહિત કુલ પિયા ૨.૯૯ લાખની મત્તા મકાનના તાળા તોડી અથવા ખોલી ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ રાજ પર શંકા જતા તેને ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો અને આ ચોરીના બનાવ પછી રાજ બહારગામ જતો રહ્યો હોવાનું તેમના માતા પાસેથી જાણવા મળ્યું હતું. જેથી શંકા દ્રઢ બની હતી. બાદમાં આ મામલે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાના દાયરામાં રહેલા રાજ મેંદપરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech