બીએસઈ સેંસેક્સમાં જોરદાર કડાકો બોલી લયો છે અને તેનાથી સોમવારે એક જ દિવસમાં રોકાણકારોનાં 3.7 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે. સેંસેક્સમાં છેલ્લા બે મહિનાથી આ એક દિવસનો કડાકો સૌથી મોટું નુકસાન છે.
માર્કેટ બંધ થવા સમયે બીએસઈની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 3,71,883.82 કરોડ રૂપિયાથી ઘટીને 2,00,26,498.14 કરોડ રૂપિયા રહી ગઈ હતી. 19 ફેબ્રુઆરીએ બીએસઈનીલિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 2,03,98,381.96 કરોડ રૂપિયા હતી.
બીએસઈનો 30 શેર વાળા સેંસેકસ સોમવારે 1,145 અંક અથવા 2.25 ટકાના કડાકા સાથે 49,744.32 અંક ઉપર આવી ગયો હતો. સેંસેકસમાં સતત પાંચમા કારોબારી સત્રમાં કડાકો નોંધાયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી પણ 306.05 અંક અથવા 2.04 ટકાના નુકસાનથી 14,675.70 અંક ઉપર આવી ગયો હતો.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230