ઓખા સીટી સર્વે કચેરીમાં ચાલતો અણધડ વહીવટ

  • June 16, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ આઠ માસથી ફરક્યા ન હોય: નાયબ કલેકટર તરફથી થતાં રીમાન્ડ કેસો લાંબા સમયથી પેન્ડીંગ

ઓખા ખાતે આવેલ સીટી સર્વે કચેરીમાં લાંબા સમયથી જિલ્લા અધિકારીઓ અદ્રશ્ય રહેતાં ઓખાની સીટી સર્વે કચેરીનો વહીવટ અણધડ રીતે ચાલી રહયો હોય તેમ અધિકારીની ગેરહાજરીના વાંકે અરજદારોના કામો લાંબા સમયથી અટકી પડયા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જિલા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લે ઓકટોબર માસની શરૂઆતમાં ઓખા કચેરીએ વીઝીટ કરી હોય ત્યારબાદ આઠ માસ જેટલા લાંબા સમયથી તેઓની ગેરહાજરીને લીધે નાયબ કલેકટર દ્વારકા તરફથી થતાં રીમાન્ડ કેસો લાંબા સમયથી પેન્ડીંગ પડયા રહયા છે. અરજદારોએ પૂરતા પૂરાવા રજૂ કરેલ હોવા છતાં લાંબા સમયથી કેસોનો નિકાલ થતો ન હોય અરજદારોને વ્યાપક મુશ્કેલી પડી રહી છે. ઓખા સીટી સર્વે કચેરી ખાતેના જિલા સ્તરના અધિકારી સંલગ્ન લાંબા સમયથી પડતર કેસોના નિકાલ અંગે અરજદારોમાં માંગ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS