રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો : નિષ્ણાંત તબીબોએ સેવા આપી
ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને આરોગ્યની સેવા મળી રહે, તેમના સ્વાસ્થય અંગે માહિતી અને માર્ગદર્શન મળે તે હેતુથી રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરની સામાજીક સંસ્થા દ્રારા રવિવારના રોજ અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં તેમના વિધાર્થીઓ માટે ખાસ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 222 વિધાર્થીઓએ વિવિધ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો.
રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થતી હોય છે. સંસ્થાના સભ્યો દ્રારા વિવિધ વિસ્તારમાં વિવિધ સામાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકઉપયોગી થવાના પ્રયાસ થાય છે. અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયની ભુતપર્વ વિધાર્થીની મિતલબેન પટેલ જે હાલ સંસ્થાના સક્રિય સભ્ય છે. જેને પોતાની શાળાની મુલાકાત વખતે ત્યાં કાર્યરત નર્સની સાથે વાતચીત વખતે જાણ થઈ કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળામાં વિધાર્થીઓને મેડીકલ ચેકઅપ કરવામાં આવે તો વિધાર્થીઓને મદદરૂપ થઈ શકાય. જેની જાણ સંસ્થા પ્રમુખ ડો. બ્રિજેશ રૂપારેલીયાને કરતાની સાથે પ્રોજેકટ ચેરમેન ડો.સ્મિતા રૂપારેલીયા દ્રારા મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગત રવિવારે 23મી નવેમ્બરના રોજ અલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલયમાં સંસ્થા દ્રારા મેગા મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાના 222 વિધાર્થીઓ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિવૃત્ત શિક્ષકને વેવાઈએ રૂપિયા ૧૭ લાખ ન ચૂકવતા છ માસની સજા
November 26, 2024 02:49 PMમિત્રને દેશી બનાવટની પિસ્ટલ આપવા નીકળેલ શખ્સ સહિત બે ઝડપાયા
November 26, 2024 02:48 PMતંત્રએ મુખ્ય બજારથી દિવાનપરા સુધીના દબાણો ઉપાડ્યા
November 26, 2024 02:47 PMરાહ જોઈને ઉભેલા પીઆઈ પાદરિયા સરધારા પર તૂટી જ પડયા
November 26, 2024 02:46 PMઅલંગ અને મણારમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કાર્યવાહી જારી
November 26, 2024 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech