ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ODI બેટર્સ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ટીમનો વાઈસ-કેપ્ટન શુભમન ગિલ હજુ પણ ટોચ પર છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં 76 રનની શાનદાર ઇનિંગ રમનાર રોહિત શર્માએ નવા ICC ODI રેન્કિંગમાં 2 સ્થાનનો ફાયદો મેળવ્યો છે. રોહિતનું રેટિંગ વધીને 756 થયું છે, જ્યારે વિરાટ કોહલી પાંચમા સ્થાને પહોચ્યો છે.
બોલરોના રેન્કિંગમાં સ્પિનર કુલદીપ યાદવ 3 સ્થાન અને કિવી કેપ્ટન મિચેલ સેન્ટનર 6 સ્થાન ઉપર આવ્યા છે. કુલદીપ ત્રીજા સ્થાને અને સેન્ટનર બીજા સ્થાને આવ્યા છે. રવિન્દ્ર જાડેજા 10 વર્ષ બાદ ટૉપ-10માં પ્રવેશ્યો છે. તે 13મા ક્રમેથી 10મા ક્રમે પહોંચી ગયો છે. પાકિસ્તાનનો બાબર આઝમ 770 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
શ્રેયસ અય્યર 8મા સ્થાને યથાવત છે. શ્રીલંકાનો ચરિથ અસલંકા 694ના રેટિંગ સાથે નવમા ક્રમે છે અને અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 676 રેટિંગ પોઈન્ટ સાથે 10મા ક્રમે છે. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનથી ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech